________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
વસ્તુપણું જ્ઞાનને સધાય છે; કારણ કે એકાન્તવાદી એવું માને છે કે સમસ્ત જ્ઞાનવસ્તુ છે, પરંતુ એવું માનતાં લક્ષ્ય-લક્ષણનો અભાવ થાય છે, તેથી લક્ષ્ય-લક્ષણનો અભાવ થતાં વસ્તુની સત્તા સધાતી નથી. સ્યાદ્વાદી એવું માને છે કે ‘જ્ઞાનવસ્તુ છે, તેનું લક્ષણ છે સમસ્ત જ્ઞેયનું જાણપણું,' તેથી એમ કહેતાં સ્વભાવ સધાય છે, સ્વ-સ્વભાવ સધાતાં વસ્તુ સધાય છે. આથી જ એમ કહ્યું કે (સ્યાદ્વાવવર્શી સ્વત ં સ્પૃશેત્) વસ્તુને દ્રવ્યપર્યાયરૂપ માને છે એવો સ્યાદ્વાદદર્શી અર્થાત્ અનેકાન્તવાદી જીવ જ્ઞાનવસ્તુ છે એમ સાધવાને સમર્થ હોય છે. સ્યાદ્વાદી જ્ઞાન-વસ્તુને કેવી માને છે? ‘‘વિશ્વાત્ મિનમ્'' (વિશ્વાર્ ) સમસ્ત જ્ઞેયથી (મિન્તમ્)નિરાળી છે. વળી કેવી માને છે? 'अविश्वविश्वघटितं (અવિશ્વ ) સમસ્ત જ્ઞેયથી ભિન્નરૂપ, (વિશ્વ ) પોતાનાં દ્રવ્યગુણ-પર્યાયથી ઘટિતા) જેવી છે તેવી અનાદિથી સ્વયંસિદ્ધ નિષ્પન્ન છે-એવી છે જ્ઞાનવસ્તુ. એવું કેમ માને છે? ‘‘ યક્ તત્ '' જે જે વસ્તુ છે ‘‘તત્ પરપત: ન તત્ '' તે વસ્તુ પ૨વસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જ્ઞાનવસ્તુ શેયરૂપથી નથી, જ્ઞાનરૂપથી છે, તેવી જ રીતે જ્ઞેયવસ્તુ પણ જ્ઞાનવસ્તુથી નથી, શેયવસ્તુરૂપ છે. તેથી આવો અર્થ પ્રગટ થયો કે પર્યાય દ્વારા જ્ઞાન વિશ્વરૂપ છે, દ્રવ્ય દ્વારા પોતારૂપ છે. -આવો ભેદ સ્યાદ્વાદી અનુભવે છે. તેથી સ્યાદ્વાદ વસ્તુસ્વરૂપનો સાધક છે, એકાન્તપણું વસ્તુનું ઘાતક છે. ૩-૨૪૯.
૨૩૪
..
સમયસાર-લશ
(શાર્દૂલવિક્રીડિત )
बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसद्
ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति । एकद्रव्यतया सदा व्युदितया भेदभ्रमं ध्वंसयन्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित् । । ४ - २५० ।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, વસ્તુને માનતો નથી; તેથી જ્ઞાનવસ્તુ અનેક જ્ઞેયને જાણે છે, તેને જાણતી થકી જ્ઞેયાકારે પરિણમે છે–એમ જાણીને જ્ઞાનને અનેક માને છે, એક માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે ‘એક’
Please inform us of any errors on rajesh@AtmaDharma.com