________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સ્યાદ્વાદ અધિકાર
ઘટજ્ઞાનરૂપ આ જ્ઞાનનો પર્યાય પરિણમે છે. તેથી સ્યાદ્વાદ વસ્તુનો સાધક છે, એકાન્તપણું વસ્તુનું નાશકર્તા છે. ૨-૨૪૮.
૨૩૩
::
(શાર્દૂલવિક્રીડિત )
विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते । यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुनर्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत् ।। ३-२४९ ।।
t t
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ એવો છે કે જ્ઞાનને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ માનતો નથી; તેથી જેમ જીવદ્રવ્યને જ્ઞાનવસ્તુરૂપે માને છે તેમ જ્ઞેય જે પુદ્દગલ-ધર્મ-અધર્મ-આકાશ-કાળદ્રવ્ય તેમને પણ જ્ઞેયવસ્તુ માનતો નથી, જ્ઞાનવસ્તુ માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે એવો જ્ઞાનનો સ્વભાવ છે તોપણ જ્ઞેયવસ્તુ શૈયરૂપ છે, જ્ઞાનરૂપ નથી. 'पशुः स्वच्छन्दम् आचेष्टते" (પશુ: ) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ, (સ્વન્દ્વન્દ્વન્) સ્વેચ્છાચારપણે ‘કાંઈક હેયરૂપ, કાંઈક ઉપાદેયરૂપ ' એવો ભેદ નહિ કરતો થકો, ‘સમસ્ત ત્રૈલોકય ઉપાદેય ' એવી બુદ્ધિ કરતો થકો (આવેતે)-એવી પ્રતીતિ કરતો થકો-નિઃશંકપણે પ્રવર્તે છે. કોની માફક ? ‘ પશુ: વ ’’ તિર્યંચની માફક. કેવો થઈને પ્રવર્તે છે ? ‘‘વિશ્વમય: ભૂત્વા ’ ’ ‘ અહં વિશ્વમ્ અર્થાત્ હું વિશ્વ' એમ જાણી પોતે વિશ્વરૂપ થઈને પ્રવર્તે છે. એવો કેમ છે? કારણ કે ‘સાં સ્વતંત્ત્વાશયા દઠ્ઠા'' (સાં) સમસ્ત જ્ઞેયવસ્તુને (સ્વતત્ત્વાશયા) જ્ઞાનવસ્તુની બુદ્ધિએ (દટ્ટા) પ્રગાઢ પ્રતીત કરીને. એવી પ્રગાઢ પ્રતીતિ કેમ થાય છે? કારણ કે ‘“ વિશ્વ જ્ઞાનમ્ કૃતિ પ્રતવર્ષ’’‘ત્રૈલોકયરૂપ જે કાંઈ તે જ્ઞાનવસ્તુરૂપ છે' એમ જાણીને. ભાવાર્થ આમ છે કે જ્ઞાનવસ્તુ પર્યાયરૂપે શેયાકાર થાય છે; ત્યાં મિથ્યાદષ્ટિ પર્યાયરૂપ ભેદ માનતો નથી, સમસ્ત જ્ઞેયને જ્ઞાનવસ્તુરૂપ માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે શૈયવસ્તુ શેયરૂપ છે, જ્ઞાનરૂપ નથી. એ જ કહે છે− ‘ પુન: ચાલાવવી સ્વતત્ત્વ સ્પૃશેત્’’(પુન:) એકાન્તવાદી જે રીતે કહે છે તે રીતે જ્ઞાનને વસ્તુપણું સિદ્ધ થતું નથી, સ્યાદ્વાદી જે રીતે કહે છે તે રીતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com