________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
જ્યારે ઘટ નહોતો ત્યારે ઘટજ્ઞાન નહોતું, જ્યારે ઘટ હશે નહિ ત્યારે ઘટજ્ઞાન હશે નહિ; આથી એવી પ્રતીતિ ઊપજે છે કે જ્ઞાનના સર્વસ્વનું કર્તા જ્ઞય છે. કોઈ અજ્ઞાની એકાન્તવાદી આવું માને છે, તેથી એવા અજ્ઞાનીના મતમાં “જ્ઞાન વસ્તુ” એવું પ્રાપ્ત થતું નથી. સ્યાદાદીના મતમાં “જ્ઞાન વસ્તુ” એવું પ્રાપ્ત થાય છે. ““પુન: સ્થાનિ: તત્વ પૂર્ણ સમુન્નતિ '' (પુન:) એકાન્તવાદી કહે છે એ રીતે નથી, સ્યાદ્વાદી કહે છે એ રીતે છે; (ચાઉનિ:) એક સત્તાને દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ માને છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો તેમના મતમાં (તત) જ્ઞાનવસ્તુ (પૂર્ણ) જેવી જ્ઞયથી થતી કહી, વિનતી કહી તેવી નથી, જેવી છે તેવી જ છે, શયથી ભિન્ન સ્વયંસિદ્ધ પોતાથી છે; (સમુન્મMતિ) એકાન્તવાદીના મતમાં મૂળથી લોપ થઈ ગયું હતું તે જ જ્ઞાન સ્યાદ્વાદીના મતમાં જ્ઞાનવસ્તુરૂપે પ્રગટ થયું. કયા કારણથી પ્રગટ થયું? “તૂરોનનવનસ્વમાનમરત:'' (ટૂર) અનાદિથી (૩ન્મન) સ્વયંસિદ્ધ વસ્તુરૂપ પ્રગટ છે એવું (ઘન) અમિટ (અટળ) (સ્વભાવ) જ્ઞાનવસ્તુનું સહજ તેના (મરત:)-ન્યાય કરતાં, અનુભવ કરતાં આમ જ છે” એવા-સત્ત્વપણાના કારણથી. કેવો ન્યાય, કેવો અનુભવ, –એ બંને જે પ્રકારે હોય છે તે કહે છે- “યત્ તત્ સ્વરૂપત: તત્ રૂતિ'' (ય) જે વસ્તુ (ત) તે વસ્તુ (સ્વરુપત: તત) પોતાના સ્વભાવથી વસ્તુ છે (રૂતિ) એમ અનુભવતાં અનુભવ પણ ઉત્પન્ન થાય છે, યુક્તિ પણ પ્રગટ થાય છે. અનુભવ નિર્વિકલ્પ છે. યુક્તિ એવી કે જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે વિચારતાં પોતાના સ્વરૂપે છે, પર્યાયરૂપે વિચારતાં જોયથી છે. જેમ કેજ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જ્ઞાનમાત્ર છે, પર્યાયરૂપે ઘટજ્ઞાનમાત્ર છે, તેથી પર્યાયરૂપે જોતાં ઘટજ્ઞાન જે પ્રકારે કહ્યું છે કે “ઘટના સદ્દભાવમાં છે, ઘટ નહિ હોતાં નથી” એમ જ છે. દ્રવ્યરૂપે અનુભવતાં “ઘટજ્ઞાન” એમ ન જોવામાં આવે, “જ્ઞાન” એમ જોવામાં આવે તો ઘટથી ભિન્ન પોતાના સ્વરૂપમાત્ર સ્વયંસિદ્ધ વસ્તુ છે. આ પ્રકારે અનેકાન્તને સાધતાં વસ્તુસ્વરૂપ સધાય છે. એકાન્તથી જો ઘટ ઘટજ્ઞાનનો કર્તા છે, જ્ઞાન “વસ્તુ” નથી, તો એમ હોવું જોઈએ કે જે રીતે ઘટની પાસે બેઠેલા પુરુષને ઘટજ્ઞાન થાય છે તેવી જ રીતે જે કોઈ વસ્તુ ઘટની પાસે રાખવામાં આવે તેને ઘટજ્ઞાન થવું જોઈએ; એમ થતાં થાંભલાની પાસે ઘટ હોતાં થાંભલાને ઘટજ્ઞાન થવું જોઈએ; પરંતુ એવું તો જોવામાં આવતું નથી. તે કારણે એવો ભાવ પ્રતીતિમાં આવે છે કે જેમાં જ્ઞાનશક્તિ વિધમાન છે તેને, ઘટની પાસે બેસીને ઘટને જોતાં, વિચારતાં,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com