________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી
૨૨૫
(શાર્દૂલવિક્રીડિત)
ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः। नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभाप्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते।।४९-२४१।।
ખંડાન્વય સહિત અર્થઃ- “તે સમયસ્થ સારમ અદ્યાપિ ન પૂણ્યત્તિ'' (તે) આવો છે મિથ્યાદષ્ટિ જીવરાશિ તે (સમયસ્થ સારમ) સમયસારને અર્થાત્ સકળ કર્મથી વિમુક્ત છે જે પરમાત્મા તેને, (અદ્યાપિ) દ્રવ્યવ્રત ધારણ કર્યા છે, ઘણાંય શાસ્ત્રો ભણ્યો છે તોપણ, (પશ્યત્તિ) પામતો નથી. ભાવાર્થ આમ છે કે નિર્વાણપદને પામતો નથી. કેવો છે સમયસાર? “ “નિત્યોદ્યોતમ'' સર્વ કાળ પ્રકાશમાન છે. વળી કેવો છે? “સરવર્ડમ'' જેવો હતો તેવો છે. વળી કેવો છે? “ “ મ'' નિર્વિકલ્પ સત્તારૂપ છે. વળી કેવો છે? “ “તુનાનો'' જેની ઉપમાનું દષ્ટાન્ત ત્રણ લોકમાં કોઈ નથી. વળી કેવો છે? ““સ્વભાવમા મારે'' (સ્વભાવ) ચેતના સ્વરૂપ, તેના (ઇમા) પ્રકાશનો (BIR) એક પુંજ છે. વળી કેવો છે? ““મ'' કર્મમળથી રહિત છે. કેવો છે તે મિથ્યાદષ્ટિ જીવરાશિ? “ “યે રિજે મમતાં વદન્તિ'' (૨) જે કોઈ મિથ્યાષ્ટિ જીવરાશિ (નિ) લિંગમાં અર્થાત્ દ્રક્રિયામાત્ર છે જે યતિપણું તેમાં (મમતાં વદન્તિ) “હું યતિ છું, મારી ક્રિયા મોક્ષમાર્ગ છે” એવી પ્રતીતિ કરે છે. કેવું છે લિંગ? ‘‘દ્રવ્યમયે'' શરીરસંબંધી છે-બાહ્ય ક્રિયામાત્રનું અવલંબન કરે છે. કેવા છે તે જીવ? “તત્ત્વવિવિધભુતા:'' (તત્ત્વ) જીવનું શુદ્ધ સ્વરૂપ, તેનો (કવવો) પ્રત્યક્ષપણે અનુભવ, તેનાથી વ્યુતા:) અનાદિ કાળથી ભ્રષ્ટ છે. દ્રક્રિયા કરતા થકા પોતાને કેવા માને છે? “સંવૃતિપથપ્રસ્થાપિતેન માત્મા'' (સંવૃતિપથ ) મોક્ષમાર્ગમાં પ્રસ્થાપિતેના લાભના) પોતાને સ્થાપિત કર્યો છે અર્થાત્ “હું મોક્ષમાર્ગમાં ચડ્યો છું' એવું માને છે, એવો અભિપ્રાય રાખીને ક્રિયા કરે છે. શું કરીને? “ “ પરિદત્ય'' શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ છોડીને. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિ કરતા નથી. ૪૯-૨૪૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com