________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
અમર્યાદ કાળથી (વૃત્તિ) જો વિભાવરૂપ રાગાદિ પરિણામ-પર્યાયમાત્ર વિચારવામાં આવે તો જ્ઞાનવસ્તુ (નવતત્ત્વન્દ્વનું) પૂર્વોક્ત જીવાદિ નવ તત્ત્વરૂપે આચ્છાદિત છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અનાદિ કાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ-પર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે અને મળી થકી તે રાગાદિ વિભાવપરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે. તે પરિણમન જોવામાં આવે, જીવનું સ્વરૂપ ન જોવામાં આવે, તો જીવવસ્તુ નવ તત્ત્વરૂપ છે એમ દૃષ્ટિમાં આવે છે; આવું પણ છે, સર્વથા જઠું નથી, કેમ કે વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં જ છે. ગથ '' હવે ‘અથ ’ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે:-તે જ જીવ-વસ્તુ દ્રવ્યરૂપ છે, પોતાના ગુણપર્યાયે વિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્યસ્વરૂપ જોવામાં આવે, પર્યાયસ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? ‘“ સતતવિવિòમ્'' (સત્તત્ત) નિરંતર (વિવિń) નવ તત્ત્વના વિકલ્પથી રહિત છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક્ત્વ છે. વળી કેવી છે તે આત્મજ્યોતિ ? ‘ ‘ વર્ણમાલાનાપે નમિવ નિમ નં'' ‘વર્ણમાલા ’ પદના બે અર્થ છે-એક તો *બનવારી, અને બીજો ભેદપંક્તિ; ભાવાર્થ આમ છે કે ગુણગુણીના ભેદરૂપ ભેદપ્રકાશ; ‘કલાપ ’નો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઊપજ્યો કે જેમ એક જ સોનું વાનભેદથી અનેકરૂપ કહેવાય છે તેમ એક જ જીવવસ્તુ દ્રવ્ય-ગુણપર્યાયરૂપે અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે અનેકરૂપ કહેવાય છે. ‘ જ્ઞશ ’ હવે ‘ અથ ’પદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છેઃ-‘પ્રતિપવમ્ વં'' (પ્રતિપક્) ગુણ-પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ અથવા દષ્ટાંતની અપેક્ષાએ વાનભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ (vi) પોતે (એક) જ છે. વસ્તુનો વિચાર કરતાં ભેદરૂપ પણ વસ્તુ જ છે, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે સુવર્ણમાત્ર ન જોવામાં આવે, વાનભેદમાત્ર જોવામાં આવે તો વાનભેદ છે; સોનાની શક્તિ એવી પણ છે; જો વાનભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણમાત્ર જોવામાં આવે, તો વાનભેદ જૂઠા છે; તેવી રીતે જો શુદ્ધ જીવવસ્તુમાત્ર ન જોવામાં આવે, ગુણ-પર્યાયમાત્ર કે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમાત્ર જોવામાં આવે, તો ગુણ-પર્યાયો છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે; જીવવસ્તુ આવી પણ છે; જો ગુણ
૧૦
સમયસાર-કલશ
૧ બનવારી = સોનું તપાવવાની કૂલડી
૨ દસ વલું, ચૌદ વલું આદિ સોનામાં જે ભેદ છે તેને વાનભેદ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com