________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
સમયસાર-કલશ
ભગવાન શ્રીકુંદકુંદ
આવતાં ભોગવે છે; પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જ છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે-આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે. જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે કયું વિપરીતપણું? ““અત્યન્ત વૃચંશમેવત: વૃત્તિમનાશવત્વનાત'' (અત્યન્ત) દ્રવ્યનું આવું જ સ્વરૂપ છે, સહારો કોનો? (વૃત્તિ) અવસ્થા, તેના (સંશ) અંશ અર્થાત્ એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો (મેવત:) ભેદ છે અર્થાત કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે–એવો અવસ્થાભેદ વિદ્યમાન છે; આવા અવસ્થાભેદનો છળ પકડીને કોઈ બૌદ્ધમતનો મિથ્યાદષ્ટિ જીવ (વૃત્તિનાશeત્પના) વૃત્તિમાનનો અર્થાત્ જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કહ્યું છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે; તેથી એવું કહેવું વિપરીતપણું છે. ભાવાર્થ આમ છે કે બૌદ્ધમતનો જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, પર્યાય જેનો છે એવી સત્તામાત્ર વસ્તુને માનતો નથી. માટે આવું માને છે તે મહામિથ્યાત્વ છે. ૧૫-૨૦૭.
(શાર્દૂલવિક્રીડિત)
आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः। चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैः आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः।।१६-२०८ ।।
ખંડાન્વય સહિત અર્થ:- એકાન્તપણે જે માનવામાં આવે તે મિથ્યાત્વ છે. ‘‘સદો પૃથુ: Pષ: માત્મા શ્રુતિ :'' (દો) હે જીવ! (પૃથુ:) નાના પ્રકારનો અભિપ્રાય છે જેમનો એવા જે મિથ્યાદષ્ટિ જીવો છે તેમનાથી (પષ: શાત્મા) વિધમાન શુદ્ધ ચૈતન્યવસ્તુ (વ્યાિતઃ) સધાઈ નહિ. કેવા છે એકાન્તવાદી? ““શુદ્ધષ્ણુસૂત્રે રસ્તે.'' (શુદ્ધ) * દ્રવ્યાર્થિકનયથી રહિત (ઋગુસૂત્ર) વર્તમાન પર્યાયમાત્રમાં
* અહીં ‘દ્રવ્યાર્થિકનયથી રહિત' પાઠના સ્થાનમાં હસ્તલિખિત તથા પહેલી મુદ્રિત હિન્દી પ્રતમાં “પર્યાયાર્થિકનયથી રહિત' એવો પાઠ છે જે ભૂલથી લખાઈ ગયો લાગે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com