________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૧૯૫
જીવદ્રવ્યને મિથ્યા ભ્રાન્તિના કારણે એમ માને છે કે એક સમયમાત્રમાં પૂર્વનો જીવ મૂળથી વિનશી જાય છે, અન્ય નવો જીવ મૂળથી ઊપજી આવે છે; આવું માનતો થકો માને છે કે ક્રિયાનો કર્તા અન્ય કોઈ જીવ છે, ભોક્તા અન્ય કોઈ જીવ છે. આવો અભિપ્રાય મિથ્યાત્વનું મૂળ છે. તેથી એવા જીવને સમજાવે છે- “ “લયમ વિદ્યાર: તસ્ય વિમોટું અપતિ'' (યમ વિદ્યાર:) કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું, કેટલોક કાળ જતાં અને તરુણ-અવસ્થા આવતાં તે જ નગરને જુએ છે, જેમાં એવું જ્ઞાન ઊપજે છે કે તે જ આ નગર છે કે જે નગર મેં બાળકપણામાં જોયું હતું-આવી છે જે અતીત-અનાગત-વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ તે (તસ્ય વિમોટું અપતિ) ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. ભાવાર્થ આમ છે કે જે જીવતત્ત્વ ક્ષણવિનશ્વર હોય તો પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય ? માટે “જીવદ્રવ્ય સદા શાશ્વત છે” એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે. કેવી છે જીવવસ્તુ? ““નિત્યામૃતોપૈ: સ્વયમ મિન્વિત્'' (નિત્ય) સદાકાળ અવિનશરપણારૂપ જે (અમૃત) જીવદ્રવ્યનું જીવનમૂળ, તેના (ગોપૈ:) સમૂહ વડે (સ્વયમ્ મિષિષ્યન) પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી. ““વ'' નિશ્ચયથી આમ જ જાણજો, અન્યથા નહીં. ૧૪-૨૦૬.
(અનુષ્ટ્રપ ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्। अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।।१५-२०७।।
ખંડાન્વય સહિત અર્થ - ક્ષણિકવાદીને પ્રતિબોધવામાં આવે છે- ‘રૂતિ
: વાસ્તુ'' (રૂતિ) એ રીતે (ઈવાન્તઃ) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના ભેદ કર્યા વિના “સર્વથા આમ જ છે” એમ કહેવું તે (માં વાસ્તુ) ન પ્રકાશો અર્થાત્ કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો. એવું કેવું? ‘‘કન્ય: રોતિ કન્ય: મું$'' (અન્ય: વરાતિ) અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જ છે, (અન્ય: મુંજે) અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે, –એવું એકાન્તપણું મિથ્યાત્વ છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેથી દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com