________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૧૯૭
વસ્તુરૂપ અંગીકાર કરવારૂપ એકાન્તપણામાં (લૈ.) મગ્ન છે. ““ચૈતન્ચ ક્ષણ પ્રવચ્ચ'' એક સમયમાત્રમાં એક જીવ મૂળથી વિનશે છે, અન્ય જીવ મૂળથી ઊપજે છેએવું માનીને બૌદ્ધમતના જીવોને જીવસ્વરૂપની પ્રાપ્તિ નથી. તથા મતાન્તર કહે છે““મારે: તત્રાgિ blનોપાધિવત્તાત્ ધિક્કાં અશુદ્ધિ મત્વા'' (પરેડ) કોઈ મિથ્યાદષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે. તેમણે પણ વસ્તુની પ્રાપ્તિ નથી એમ કહે છે-(ાનોપાવિસાત) અનંત કાળથી જીવદ્રવ્ય કર્મો સાથે મળેલું જ ચાલ્યું આવ્યું છે, ભિન્ન તો થયું નથી-એમ માની (તત્ર પિ) તે જીવમાં (ધિwાં કશુદ્ધિ મા) અધિક અશુદ્ધિ માને છે અર્થાત્ જીવદ્રવ્ય અશુદ્ધ છે, શુદ્ધ છે જ નહિ એવી પ્રતીતિ કરે છે જે જીવો, તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી. મતાન્તર કહે છે-“અન્ય વ: તિવ્યાઉિં પ્રપદ્ય'' (અન્ય) એકાન્ત મિથ્યાષ્ટિ જીવ કોઈ એવા છે કે જેઓ (અતિવ્યાર્ષેિ પ્રપદ્ય) કર્મની ઉપાધિને માનતા નથી, “ “ માત્માને પરિશુદ્ધમ ર્બુમિ:'' જીવદ્રવ્યને સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે, તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે એકાન્તવાદી ? “નિ:સૂત્રમુofક્ષામ:'' (નિ:સૂત્ર) સ્યાદ્વાદસૂત્ર વિના (મુwfક્ષામ:) સકળ કર્મના ક્ષયલક્ષણ મોક્ષને ચાહે છે; તેમને પ્રાપ્તિ નથી. તેનું દષ્ટાન્ત-“દીરવત્'' હારની જેમ. ભાવાર્થ આમ છે કે જેમ સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી-હાર થતો નથી, તેમ સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથી–આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, તેથી જે કોઈ પોતાને સુખ ચાહે છે, તેઓ સ્યાદ્વાદસૂત્ર વડ જેવું આત્માનું સ્વરૂપ સાધવામાં આવ્યું છે તેવું માનજો. ૧૬-૨૦૮.
(શાર્દૂલવિક્રીડિત)
कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचिचिचिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।।१७-२०९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com