________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૧૮૧
(શાર્દૂલવિક્રીડિત)
त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः। बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।।१२-१९१।।
ખંડાન્વય સહિત અર્થ:- “સ: મુચ્યતે' (ન:) સમ્યગ્દષ્ટિ જીવ (મુખ્યત્વે) સકળ કર્મોનો ક્ષય કરી અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષને પ્રાપ્ત થાય છે. કેવો છે? ““શુદ્ધ: ભવન'' રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો. વળી કેવો છે? “સ્વળ્યોતિરછોચ્છતચૈતન્યામૃતપૂરપૂર્ણહિમા'' (સ્વળ્યોતિ:) દ્રવ્યના સ્વભાવગુણરૂપ, (અઋ) નિર્મળ, (૩છ7) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ એવો જે (ચૈતન્ય) ચેતનાગુણ, તે-રૂપ જે (અમૃત) અતીન્દ્રિય સુખ, તેના (પૂર) પ્રવાહથી (પૂર્ણ) તન્મય છે (મહિલા) માહાભ્ય જેનું, એવો છે. વળી કેવો છે? ““નિત્યમ વિત:'' સર્વ કાળ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. વળી કેવો છે? ““નિયતું સર્વોપરાધભુત:'' (નિયતં) અવશ્ય (સર્વા૨Tધ) જેટલા સૂક્ષ્મ-સ્કૂલરૂપ રાગ-દ્વેષમોહપરિણામો, તેમનાથી (ટ્યુત:) સર્વ પ્રકારે રહિત છે. શું કરતો થકો આવો થાય છે? “ “વિશ્વધ્વંસન રૂપેચ'' (વન્ધ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના બંધરૂપ પર્યાયની (ધ્વંસમ) સત્તાના નાશરૂપ (૩]ત્ય) અવસ્થાને પામીને. વળી શું કરતો થકો આવો થાય છે? ‘‘તત સમi પ૨દ્રવ્ય સ્વયં ત્યવેત્ત્વ'' દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મસામગ્રીનું મૂળથી મમત્વ
સ્વયં છોડીને. કેવું છે પરદ્રવ્ય? “ “ અશુદ્ધિવિદ્યાયિ'' અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે. ““દિન'' નિશ્ચયથી. “ “: સ્વદ્રવ્ય રતિમ તિ'' (ય:) જે સમ્યગ્દષ્ટિ જીવ (સ્વદ્રવ્ય) શુદ્ધ ચૈતન્યમાં (રતિમ તિ) રત થયો છે અર્થાત્ નિર્વિકલ્પ અનુભવથી ઊપજેલા સુખમાં મગ્નપણાને પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે સર્વ અશુદ્ધપણું મટતાં થાય છે શુદ્ધપણું, તેના સહારાનો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ, એવો મોક્ષમાર્ગ છે. ૧૨-૧૯૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com