________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
દઢ કરે છે-‘શ્વેત્ નતિ ચેતના અદ્વૈતા અપિ તવ્ દજ્ઞપ્તિવં ત્યનેત્ સા અસ્તિત્વમ્ વ ત્યનેત્ '' (શ્વેત્) જો એમ છે કે (જ્ઞાતિ) ત્રૈલોકયવર્તી જીવોમાં પ્રગટ છે એવી (ચેતના) સ્વ૫૨ગ્રાહક શક્તિ, [કેવી છે? ] (અદ્વૈતા અપિ) એક-પ્રકાશરૂપ છે તથાપિ (દજ્ઞપ્તિવં ત્યનેત્) દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના-એવાં બે નામોને છોડે, તો તેમાં ત્રણ દોષ ઊપજે. પ્રથમ દોષ આવો-‘સા અસ્તિત્વસ્ વ ત્યનેત્’' (સા) તે ચેતના (અસ્તિત્વમ્ yવ ત્યનેત્) પોતાના સત્ત્વને અવશ્ય છોડે. ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય. શા કારણથી ? 'सामान्यविशेषरूपविरहात् (સામાન્ય) સત્તામાત્ર અને (વિશેષ) પર્યાયરૂપ, તેમના (વિરહાત્) રહિતપણાના કારણે. ભાવાર્થ આમ છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે, તેમ ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે; જેથી સમસ્ત જ્ઞેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે શૈયાકારરૂપે પરિણમે છે–જ્ઞેયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે તે-રૂપે પરિણમે છે-તેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે. આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે. અહીં કોઈ આશંકા કરશે કે ચેતના ન રહે તો નહીં રહો, જીવદ્રવ્ય તો વિધમાન છે? ઉત્તર આમ છે કે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે, તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવદ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ; અથવા જો સિદ્ધ થશે તો તે પુદ્ગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે, ચેતન સિદ્ધ નહિ થાય. એ જ અર્થ કહે છે : બીજો દોષ આવો‘ તત્ત્વારો વિત: અપિ નહતા મવતિ'' (તત્ત્વો) ચેતનાનો અભાવ થતાં (વિત: અપિ) જીવદ્રવ્યને પણ (નવતા મવતિ) પુદ્દગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાત્ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે. ‘૬'' ત્રીજો દોષ આવો કે‘વ્યાપળાત્ વિના વ્યાપ્ય: જ્ઞાત્મા અત્તમ્ પત્તિ '' (વ્યાપાત્ વિના) ચેતનાગુણનો અભાવ થતાં ( વ્યાપ્ય: આત્મા) ચેતનાગુણમાત્ર છે જે જીવદ્રવ્ય તે (અન્તમ્ પત્તિ) નાશને પામે અર્થાત્ મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે.-આવા ત્રણ દોષ મોટા દોષ છે. આવા દોષોથી જે કોઈ ભય પામે છે તેણે એમ માનવું જોઈએ કે ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામે-સંજ્ઞાએ બિરાજમાન છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૪
.
૧૮૩.
..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૧૭૫