________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
કર્મનો ક્ષય થવાથી સાક્ષાત છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવો છે જીવ-કર્મનો અન્તઃસન્ધિ-બંધ? “ “સૂક્ષ્મ'' ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. તેનું વિવરણ આમ છે જે દ્રવ્યકર્મ છે જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ, તે જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તો પણ તેની તો જીવથી ભિન્નપણાની પ્રતીતિ, વિચાર કરતાં ઊપજે છે; કારણ કે દ્રવ્યકર્મ પુદ્ગલપિંડરૂપ છે; જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે, અચેતન છે, બંધાય છે, છૂટે છે–આમ વિચારતાં ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે. નોકર્મ છે જે શરીર-મન-વચન તેનાથી પણ તે પ્રકારે, વિચાર કરતાં ભેદ-પ્રતીતિ ઊપજે છે. ભાવકર્મ જે મોરાગદ્વેષરૂપ-અશુદ્ધચેતનારૂપ-પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. તેનો વિચાર આમ છે કે જેવી રીતે સ્ફટિકમણિ સ્વરૂપથી સ્વચ્છતા માત્ર વસ્તુ છે, રાતી-પીળી-કાળી પુરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ પામવાથી રાતો-પીળો-કાળો એ-રૂપે સ્ફટિકમણિ ઝળકે છે; વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતા માત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા-પીળાકાળાપણું પસંયોગની ઉપાધિ છે, સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી; તેવી જ રીતે જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે; અનાદિ સન્તાનરૂપ મોહકર્મના ઉદયથી મોટુંરાગ-દ્વેષરૂપ-રંજિત અશુદ્ધ ચેતનારૂપે-પરિણમે છે, તોપણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં ચેતનાભુમિમાત્ર તો જીવવસ્તુ છે; તેમાં મોરાગ-દ્વેષરૂપ રંજિતપણે કર્મના ઉદયની ઉપાધિ છે, વસ્તુનો સ્વભાવગુણ નથી. -આ રીતે વિચારતાં ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે, જે અનુભવગોચર છે. કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે-ભિન્ન ભિન્ન કરે છે? ઉત્તર આમ છે- “ રમસતિ'' અતિ સૂક્ષ્મ કાળમાં-એક સમયમાં પડે છે, તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી? ‘‘નિપુળ: પ્રથમ પતિત'' (નિપુ.) આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યગ્દષ્ટિ જીવો તેમના વડ (થમ મ9િ) સંસારના નિકટપણારૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી (પાતિતા) સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. ભાવાર્થ આમ છે કે ભેદવિજ્ઞાન બુદ્ધિપૂર્વક વિકલ્પરૂપ છે, ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com