________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૧૭૧
સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, સંદેહ નથી, અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી; તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાષ્ટિ જીવો નાના પ્રકારના વિકલ્પો કરે છે, તેથી તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. કોઈ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિન્તવન કરવું કે “બંધ કયારે છૂટશે, કઈ રીતે છૂટશે” એવી ચિન્તા મોક્ષનું કારણ છે. આવું કહે છે જે જીવો તે જૂઠા છે-મિથ્યાષ્ટિ છે. મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છે-“ફયં પ્રજ્ઞાછેત્રી માત્મમયચ મન્ત:સન્જિવળે નિપતિ'' (ફચં) વસ્તુસ્વરૂપે પ્રગટ છે જે (પ્રજ્ઞા) પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે જ છે (છેત્રી) છીણી. ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઇ વસ્તુને છેદીને બે કરવામાં આવે છે તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ-કર્મને છેદીને બે કરવાનાં છે, તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપ-અનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે; અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહીં. આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીતે કહે છે-(માત્મખ્ખમયચ) આત્મા-ચેતનામાત્ર દ્રવ્ય, કર્મપુદગલનો પિંડ અથવા મોરાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ,-એવી છે બે વસ્તુઓ, તેમનો (સત્ત:સજિ) અન્તઃસંધિવાળો-જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે, બંધપર્યાયરૂપ છે, અશુદ્ધત્વવિકારરૂપ પરિણમેલ છે તોપણ પરસ્પર સંધિ છે, નિઃસન્ધિ થયેલ નથી, બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી, એવો છે જે-(વધે) બંધ અર્થાત્ જ્ઞાનછીણી પેસવાનું સ્થાન, તેમાં (નિપતિ) જ્ઞાનછીણી પેસે છે, પેઠી થકી છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી ? “ “શિતા'' જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં, મિથ્યાત્વકર્મનો નાશ થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે, જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે તોપણ સંધિ વિચારીને દેવાથી (મારવાથી) છેદીને બે કરે છે, તેવી રીતે, જોકે સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે તોપણ જીવકર્મની છે જે અંદરમાં સંધિ, તેમાં પ્રવેશ કરતાં પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે છે, પછી સકળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com