________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિ અને (પુરુષ) શુદ્ધ જીવદ્રવ્ય તેમની, (દિધાન્ય) “સર્વ બંધ હેય, શુદ્ધ જીવ ઉપાદેય” એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને. આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે તે કહે છે-“પ્રજ્ઞા વર્તનાત'' (પ્રજ્ઞા) શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ-એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ, એવું જે ( ર) કરવત, તેના દ્વારા (વેલના) નિરંતર અનુભવનો અભ્યાસ કરવાથી. ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુદ્ગલવસ્તુ કાષ્ઠ ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં ભિન્ન ભિન્ન થઈ જાય છે, તેથી ભેદજ્ઞાન ઉપાદેય છે. ૧-૧૮O.
(ગ્નગ્ધરા ) प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधान: सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य। आत्मानं मग्नमंत:स्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ।। २-१८१।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય તથા કર્મપર્યાયરૂપ પરિણત પુદ્ગલદ્રવ્યનો પિંડ, તે બંનેનો એકબંધ પર્યાયરૂપ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે, ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમેઅનંત ચતુષ્ટયરૂપ પરિણમે, તથા પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડ-જીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય, જીવ-પુદ્ગલ બંને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ–રાગ-દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન. તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે. એવું શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ, તે મોક્ષનું કારણ છે. તેનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com