________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
રાત્રિમાળા |
જીવ-અધિકાર
ખંડાન્વય સહિત અર્થ:- “તે સમયસરંક્ષત્તે ઇવ'' (તે) આસન્નભવ્ય જીવો (સમયસારું) શુદ્ધ જીવને (ક્ષત્તે વ) પ્રત્યક્ષપણે પામે છે. “ “સપરિ'' થોડા જ કાળમાં. કેવો છે શુદ્ધ જીવ? “ “સર્વે: પરં જ્યોતિઃ'' અતિશયમાન જ્ઞાનજ્યોતિ છે. વળી કેવો છે? “મનવમ'' અનાદિસિદ્ધ છે. વળી કેવો છે? “ “ નયપક્ષાપુન'' (ભનયપક્ષ) મિથ્યાવાદથી (કામ) અખંડિત છે. ભાવાર્થ આમ છે-મિથ્યાવાદી બૌદ્ધાદિ જpઠી કલ્પના ઘણા પ્રકારે કરે છે, તો પણ તેઓ જ જૂઠા છે; આત્મતત્ત્વ જેવું છે તેવું જ છે. હવે તે ભવ્ય જીવો શું કરતા થકા શુદ્ધ સ્વરૂપ પામે છે, તે જ કહે છે- “ચે વિનવવસિ રમન્ત'' (૨) આસન્નભવ્ય જીવો (વિનવવસિ) દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં (રમત્તે) સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે છે. વિવરણ-શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે. ભાવાર્થ આમ છે-વચન પુદ્ગલ છે, તેની રુચિ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ નથી; તેથી વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાદેય વસ્તુ, તેનો અનુભવ કરતાં ફળપ્રાતિ છે. કેવું છે જિનવચન? “ “સમયનયવિરોધäસિનિ'' (૩મય) બે (નવ) પક્ષપાતને (વિરોધ) પરસ્પર વૈરભાવ, [ વિવરણ એક સત્ત્વને દ્રવ્યાર્થિકનય દ્રવ્યરૂપ, તે જ સત્ત્વને પર્યાયાર્થિકન, પર્યાયરૂપ કહે છે, તેથી પરસ્પર વિરોધ છે; ] તેનું (ધ્વસિનિ) મેટનશીલ છે. ભાવાર્થ આમ છે-બન્ને નય વિકલ્પ છે, શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે, તેથી શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં બંને નવિકલ્પ જૂઠા છે. વળી કેવું છે જિનવચન? “ “ચાત્મવાદ'' (ચાત્ય) સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્ત-જેનું સ્વરૂપ પાછળ કહ્યું છે-તે જ છે (ફે) ચિહ્ન જેનું, એવું છે. ભાવાર્થ આમ છે-જે કોઈ વસ્તુમાત્ર છે તે તો નિર્મદ છે. તે વસ્તુમાત્ર વચન દ્વારા કહેતાં જે કોઈ વચન બોલાય છે તે જ પક્ષરૂપ છે. કેવા છે આસન્નભવ્ય જીવ? “ “સ્વયં વાત્તમોટા:'' (વર્ષ) સહજપણે (વત્ત) વમી નાખ્યું છે (મોડા:) મિથ્યાત્વ-વિપરીતપણું, એવા છે. ભાવાર્થ આમ છે-અનન્ત સંસાર જીવોને ભમતાં થકાં જાય છે. તે સંસારી જીવ એક ભવ્યરાશિ છે, એક અભવ્યરાશિ છે. તેમાં અભવ્યરાશિ જીવ ત્રણે કાળ મોક્ષ જવાને અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે. તેમને મોક્ષ પહોંચવાનું કાળપરિમાણ છે. વિવરણ આ જીવ આટલો કાળ વીતતાં મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com