________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
તે જીવ સંસારમાં ભમતાં ભમતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનમાત્ર રહે છે ત્યારે જ સમ્યકત્વ ઊપજવાને યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યકત્વરૂપ જીવદ્રવ્ય પરિણમે છે તથાપિ કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જ કરવામાં આવે તોપણ જીવ સમ્યકત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યકત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે. ૪.
(માલિની)
व्यवहारणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।।५।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘વ્યવ૨ણન: યદ્યપિ દસ્તાવનq: ચાત'' (વ્યવદરનિય:) જેટલું કથન. તેનું વિવરણ-જીવવસ્તુ નિર્વિકલ્પ છે. તે તો જ્ઞાનગોચર છે. તે જ જીવવસ્તુને કહેવા માગે, ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શનજ્ઞાન-ચારિત્ર તે જીવ. જો કોઈ બહુ સાધિક (-અધિક બુદ્ધિમાન) હોય તોપણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે, તેમાં વિકલ્પ ઉપજાવવો અયુક્ત છે. ત્યાં સમાધાન આમ છે કે વ્યવહારનય હસ્તાવલમ્બ છે. (દસ્તાવન—:) જેવી રીતે કોઈ નીચે પડ્યો હોય તો હાથ પકડીને (તેને) ઊંચો લે છે તેવી જ રીતે ગુણ-ગુણીરૂપ ભેદકથન જ્ઞાન ઊપજવાનું એક અંગ છે. તેનું વિવરણ--“જીવનું લક્ષણ ચેતના” એટલું કહેતાં પુદ્ગલાદિ અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે. તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણ-ગુણીભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે. વ્યવહારનય જેમને હસ્તાવલમ્બ છે તેઓ કેવા છે? “ “પ્રાજ્યવ્યામિદ નિહિતાનાં'' (રૂદ) વિધમાન એવી જે (પ્રાપદ્રવ્યામ્) જ્ઞાન ઊપજતાં પ્રારંભિક અવસ્થા, તેમાં (નિદિતપવાનાં) નિહિત–સ્થાપેલ છે પદ-સર્વસ્વ જેમણે એવા છે. ભાવાર્થ આમ છે-જે કોઈ સહજપણે અજ્ઞાની છે, જીવાદિ પદાર્થોનું દ્રવ્યગુણ-પર્યાયસ્વરૂપ જાણવાના અભિલાષી છે, તેમના માટે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com