________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૧૫૫
ભરેલો છે એવો જે (1) ત્રણસો તેતાલીસ રાજુપ્રમાણ લોકાકાશપ્રદેશ (ન વન્યવૃત) તે પણ બંધનો કર્તા નથી. સમાધાન આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામો વિના કાર્મણવર્ગણામાત્રથી બંધ થતો હોત તો જે મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. ભાવાર્થ આમ છે કે-જો રાગાદિ અશુદ્ધ પરિણામો છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી. (વર્તનાત્મવિ વર્મ) મન-વચન-કાયયોગ (વન્ધ9) તે પણ બંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે કે જો મન-વચન-કાયયોગ બંધનો કર્તા થતો હોત તો તેરમા ગુણસ્થાને મન-વચન-કાયયોગ છે, તેનાથી પણ કર્મનો બંધ થાત; તેથી જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી મન-વચનકાયયોગનો સહારો કાંઈ નથી; રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી. (નેવેરનાનિ) પાંચ ઇન્દ્રિયો-સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, છઠું મન (ન વ ત્) આ પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને પાંચ ઇન્દ્રિયો છે, મન પણ છે, તેમના દ્વારા પુદ્ગલ દ્રવ્યના ગુણોનો જ્ઞાયક પણ છે. જો પાંચ ઇન્દ્રિયો અને મનમાત્રથી કર્મનો બંધ થતો હોત તો સમ્યગ્દષ્ટિ જીવને પણ બંધ સિદ્ધ થાત. ભાવાર્થ આમ છે કે-જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી; જે રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી. (જિત) જીવના સંબંધ સહિત એકેન્દ્રિયાદિ શરીર, (વિત) જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો (વધ:) મૂળથી વિનાશ અથવા બાધા-પીડા (ન વધુન) તે પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે કોઈ મહામુનીશ્વર ભાવલિંગી માર્ગમાં ચાલે છે, દેવસંયોગે સૂક્ષ્મ જીવોને બાધા થાય છે, ત્યાં જો જીવઘાતમાત્રથી બંધ થતો હોય તો મુનીશ્વરને કર્મબંધ થાત. ભાવાર્થ આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે, તો પછી જીવાતનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી જીવાતનો સહારો કાંઈ નથી. ર-૧૬૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com