________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
મિથ્યા છે. તેનું આમ સમાધાન કરવું-અનેકાન્ત તો સંશયનો દૂરીકરણશીલ છે અને વસ્તુસ્વરૂપનો સાધનશીલ છે. તેનું વિવરણ-જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્યગુણાત્મક છે, તેમાં જે સત્તા અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય છે તે જ સત્તા ભેદપણે ગુણરૂપ કહેવાય છે; આનું નામ અનેકાન્ત છે. વસ્તુ સ્વરૂપ અનાદિનિધન આવું જ છે, કોઈનો સહારો નથી, તેથી “અનેકાન્ત” પ્રમાણ છે. હવે જે વાણીને નમસ્કાર કર્યા તે વાણી કેવી છે? “પ્રત્યાત્મિસ્તત્વે પશ્યન્ત'' (પ્રત્યાત્મન:) સર્વજ્ઞ વીતરાગ, [ તેનું વિવરણ‘પ્રત્ય' અર્થાત્ ભિન્ન ભિન્ન અર્થાત્ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત, એવો છે
માત્મા' (–જીવદ્રવ્ય ) જેનો તે કહેવાય છે “પ્રત્યTIભા',] તેનું (તત્ત્વ) સ્વરૂપ, તેની (પશ્યન્તી) અનુભવનશીલ છે. ભાવાર્થ આમ છે-કોઈ વિતર્ક કરે કે દિવ્યધ્વનિ તો પગલાત્મક છે, અચેતન છે, અચેતનને નમસ્કાર નિષિદ્ધ છે. તેનું સમાધાન કરવાને માટે આ અર્થ કહ્યો કે વાણી સર્વજ્ઞસ્વરૂપ-અનુસારિણી છે, એવું માન્યા વિના પણ ચાલે નહિ. તેનું વિવરણ-વાણી તો અચેતન છે. તેને સાંભળતાં જીવાદિ પદાર્થનું સ્વરૂપજ્ઞાન જે પ્રકારે ઊપજે છે તે જ પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણું પણ છે. કેવા છે સર્વજ્ઞ વીતરાગ?
અનન્તધર્મ:'' (અનન્ત) અતિ ઘણા છે (ઘર્મળ:) ગુણો જેમને એવા છે. ભાવાર્થ આમ છે-કોઈ મિથ્યાવાદી કહે છે કે પરમાત્મા નિર્ગુણ છે, ગુણનો વિનાશ થતાં પરમાત્મપણું થાય છે, પરંતુ એવું માનવું જૂઠું છે, કારણ કે ગુણોનો વિનાશ થતાં દ્રવ્યનો પણ વિનાશ છે. ૨.
(માલિની) परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः। मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्तेर्भवतु समयसारव्याख्ययैवानुभूतेः।।३।।
ખંડાન્વય સહિત અર્થ:- “ “મમ પરમવિશુદ્ધિ: આવતુ'' શાસ્ત્રકર્તા છે અમૃતચંદ્રસૂરિ. તેઓ કહે છે-(મન) મને (પરમવિશુદ્ધિ:) શુદ્ધસ્વરૂપપ્રાપ્તિ (તેનું વિવરણ-પરમ-સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ-નિર્મલતા) (મા) થાઓ. શાથી?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com