________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
છે તોપણ આ અવસરે “સમય” શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થ જાણવા. તેમાં જે કોઈ “સાર” છે, “સાર” કહેતાં ઉપાદેય છે જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. આ વિશેષણનો આ ભાવાર્થ છે-સાર પદાર્થ જાણી ચેતન પદાર્થને નમસ્કાર પ્રમાણ રાખ્યા; અસારપણું જાણી અચેતન પદાર્થને નમસ્કાર નિષેધ્યા. હવે કોઈ વિતર્ક કરે કે “બધાય પદાર્થ પોતપોતાના ગુણપર્યાયે વિરાજમાન છે, સ્વાધીન છે, કોઈ કોઈને આધીન નથી; તો જીવ પદાર્થને સારપણું કઈ રીતે ઘટે છે?” તેનું સમાધાન કરવા માટે બે વિશેષણ કહે છે–વળી કેવો છે “ભાવ”? “ “સ્વાનુભૂલ્યા વરસતે, સર્વમાવાન્તરચ્છિ'' (સ્વાનુમૂલ્યા) આ અવસરે “સ્વાનુભૂતિ' કહેતાં નિરાકુલત્વલક્ષણ શુદ્ધાત્મપરિણમનરૂપ અતીન્દ્રિય સુખ જાણવું, તે રૂપે (વાસને) અવસ્થા છે જેની; (સર્વમાવાન્તરવે) સર્વ ભાવ ” અર્થાત્ અતીત-અનાગત-વર્તમાન પર્યાય સહિત અનન્ત ગુણે વિરાજમાન જેટલા જીવાદિ પદાર્થ, તેની “અન્તરછેદી' અર્થાત્ એક સમયમાં યુગપદ્ પ્રત્યક્ષરૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. શુદ્ધ જીવને “સાર પણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુ:ખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને “સાર પણું ઘટતું નથી, શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં-અનુભવતાં જાણનારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને “સાર પણું ઘટે છે. ૧.
(અનુષ્ટ્રપ) अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः। अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।।
ખંડાન્વય સહિત અર્થ:- “નિત્યમેવ પ્રકાશનામ'' (નિત્ય) સદાત્રિકાળ (પ્રવેશતામ) પ્રકાશ કરો; એટલું કહી નમસ્કાર કર્યા. તે કોણ? “ભનેત્તમયી મૂર્તિ:'' (અનેeત્તમય) ‘ન પત્ત: અનેeત્ત:' અનેકાન્ત અર્થાત્ સ્યાદવાદ, તે-મય અર્થાત્ તે જ છે (મૂર્તિ.) સ્વરૂપ જેનું, એવી છે સર્વજ્ઞની વાણી અર્થાત્ દિવ્યધ્વનિ. આ અવસરે આશંકા ઊપજે છે-કોઈ જાણશે કે અનેકાન્ત તો સંશય છે, સંશય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com