________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પંડિતપ્રવર શ્રી રાજમલ્લજી કૃત ટીકાના ગુજરાતી અનુવાદ સહિત
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત
શ્રી
સમયસાર-કલશ
卐
卐
卐
-૧
જીવ અધિકાર
卐
卐
5
(અનુષ્ટુપ )
नम: समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ।। १ ।।
CC
ખંડાન્વય સહિત અર્થ:,, भावाय नमः (માવાય) પદાર્થ. પદાર્થ સંજ્ઞા છે સત્ત્વસ્વરૂપની. એથી આ અર્થ ઠર્યો-જે કોઈ શાશ્વત વસ્તુરૂપ, તેને મારા ( નમ:) નમસ્કાર. તે વસ્તુરૂપ કેવું છે? ‘વિશ્ર્વમાવાય’’(વિત્) જ્ઞાન-ચેતના તે જ છે ( સ્વભાવાય) સ્વભાવ-સર્વસ્વ જેનું, તેને મારા નમસ્કાર. આ વિશેષણ કહેતાં બે સમાધાન થાય છે;–એક તો ‘ભાવ’ કહેતાં પદાર્થ; તે પદાર્થ કોઈ ચેતન છે, કોઈ અચેતન છે; તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઊપજે છે. બીજું સમાધાન આમ છે કે યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ ગુણ એક જ સત્ત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે; વિશેષણ કહ્યા વિના વસ્તુનું જ્ઞાન ઊપજતું નથી. વળી કેવો છે ‘ ભાવ ’? ‘ ‘ સમયસારાય જોકે ‘સમય ’ શબ્દના ઘણા અર્થ
,,
66
Please inform us of any errors on rajesh@AtmaDharma.com