________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
કર્મજનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિતપરિણામનો (પરિત્યાTM) સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે એવો છે (y) સુખરૂપ (શીન:) સ્વભાવ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વપરિણામ મટી ગયા છે, તે મટવાથી અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ અનુભવગોચર થયું છે. વળી કેવો છે ? 'ज्ञानं सन् तदपास्तरागरचन: ' જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગભાવ જેમાંથી, એવો છે. તેથી કર્મનિત છે જે ચાર ગતિના પર્યાય તથા પંચેન્દ્રિયના ભોગ તે બધા આકુલતાલક્ષણ દુઃખરૂપ છે-એવો જ, સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે; એ કારણથી જેટલો કાંઈ સાતા-અસાતારૂપ કર્મનો ઉદય, તેનાથી જે કાંઈ ઇષ્ટ વિષયરૂપ અથવા અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે, સમ્યગ્દષ્ટિને સર્વ અનિષ્ટરૂપ છે. તેથી જેમ કોઈ જીવને અશુભ કર્મના ઉદય રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે છૂટતાં નથી, તેથી ભોગવવાં જ પડે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને, પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ-અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકારની વિષયસામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે, છોડવાને ઘણુંય કરે છે, પરંતુ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશકય છે, તેથી પરવશ થયો ભોગવે છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે, તેથી અરંજિત છે. માટે ભોગસામગ્રી ભોગવતાં કર્મનો બંધ નથી, નિર્જરા છે. અહીં દષ્ટાન્ત કહે છે-‘‘ યક્ તિ ર્મ વર્તાર સ્વલેન બતાવ્ યોયેત્'' (યત્) કારણ કે આમ છે, (ન્નિ) આમ જ છે, સંદેહ નથી કે (ર્મ) રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિસંબંધી ક્રિયા, ( ર્તાર) ક્રિયામાં રંજિત થઈને-તન્મય થઈને કરે છે જે કોઈ પુરુષ તેને, (સ્વલેન)–જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે તેમ-પોતાના ફળ સાથે (વજ્ઞાન્ યોનયેત્) અવશ્ય જોડે છે અર્થાત્ અવશ્ય કર્તાપુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે. ભાવાર્થ આમ છે કે-જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવને બંધ થતો નથી, નિર્જરા થાય છે; કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ ભોગસામગ્રી-ક્રિયાનો કર્તા નથી, તેથી ક્રિયાનું ફળ કર્મબંધ, તે તો સમ્યગ્દષ્ટિને નથી. દષ્ટાન્તથી દઢ કરે છે–‘‘ યત્ છુર્વાન: નલિષ્ણુ: ના વ દિ ર્મન: તં પ્રાòતિ ’’( યત્) કારણ કે પૂર્વોક્ત
૧૪૨
સમયસાર-કલશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com