________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
(વસન્તતિલકા )
इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्त्तुमयं प्रवृत्तः ।। १३-१४५।।
૧૩૫
""
""
ખંડાન્વય સહિત અર્થ:- ‘અધુના અયં ભૂય: પ્રવૃત્ત: ' ' ( અધુના ) અહીંથી આંરભ કરીને (ક્ષય) ગ્રંથના કર્તા ( ભૂય: પ્રવૃત્ત:) કાંઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. કેવા છે ગ્રંથના કર્તા? ‘‘અજ્ઞાનમ્ બ્નિતુમના'' (અજ્ઞાનમ્) જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ (ઇન્દ્રિતુમના) કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો, એવા છે. શું કહેવા ચાહે છે? ‘‘તત્ વ વિશેષાત્ પરિöર્તુમ્'' (તમ્ વ ) જેટલો પરદ્રવ્યરૂપ પરિગ્રહ છે તેને (વિશેષાત્ પરિહર્તુમ્) ભિન્ન ભિન્ન નામોનાં વિવરણ સહિત છોડવાને માટે અથવા છોડાવવાને માટે. અહીં સુધી કહ્યું તે શું કહ્યું ? ‘‘સ્થં समस्तम् एव परिग्रहम् सामान्यतः अपास्य (i) અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે (સમસ્તમ્ વ પરિબ્રમ્) જેટલી પુદ્દગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી, તેનો (સામાન્યત: અવાસ્ય ) સામાન્યપણે ત્યાગ કહ્યો અર્થાત્ જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કહ્યો. હવે વિશેષરૂપ કહે છે. વિશેષાર્થ આમ છે કે–જેટલું પદ્રવ્ય તેટલું ત્યાજ્ય છે એમ કહ્યું. હવે (કહે છે કે) ક્રોધ પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, ઇત્યાદિ; ભોજન પદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે. કેવો છે ૫૨દ્રવ્યપરિગ્રહ ? ‘‘ સ્વપરયો: અવિવે॰હેતુમ્ '' (સ્વ) શુદ્ધ ચિપમાત્ર વસ્તુ અને (પરચો:) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમના (વિવેવ્ઝ) એકત્વરૂપ સંસ્કારનું (હેતુ) કારણ છે. ભાવાર્થ આમ છે કેમિથ્યાદષ્ટિ જીવને જીવ-કર્મમાં એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાદષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે; સમ્યગ્દષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે. ૧૩–૧૪૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com