________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૩૧
સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો (ચૈતન્યરત્નાર:) જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર, [ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે, પર્યાયાર્થિકનયથી અનેક છે; જેમ સમુદ્ર એક છે, તરંગાવલિથી અનેક છે; ] “નિમ:'' સમુદ્રના પક્ષે તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ઇત્યાદિ અનેક ભેદ, તેમના દ્વારા “ “વાતિ'' પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે. કેવો છે? ““મનર:'' જેટલા પર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. વળી કેવો છે? “ “ભ|વાન'' જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ અનેક ગુણોએ બિરાજમાન છે. વળી કેવો છે? “ “:
નેવીમવન'' (વ: પિ) સત્તાસ્વરૂપે એક છે તથાપિ (નેવીમવન) અંશભેદ કરતાં અનેક છે. વળી કેવો છે? “ “ક્તનિધિ:'' (ક્િત) અનંત કાળ સુધી ચારે ગતિઓમાં ભમતાં જેવું સુખ કયાંય પામ્યો નહિ એવા સુખનું (નિધિ:) નિધાન છે. વળી કેવો છે? ‘“યસ્થ રૂમા: સંવેવનવ્ય$ય: સ્વયં ૩ઋત્તિ '' (વેસ્ચ) જે દ્રવ્યને (પુન:) પ્રત્યક્ષપણે વિધમાન (સંવેવન) સંવેદન અર્થાત્ જ્ઞાન, તેની (વ્યય:) વ્યક્તિઓ અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ, (સ્વયં) દ્રવ્યનું સહજ એવું જ છે તે કારણથી (ઉચ્છત્તિ ) અવશ્ય પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે-કોઈ આશંકા કરશે કે જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે, આવા જે મતિજ્ઞાન આદિ પાંચ ભેદ તે શા કારણે છે? સમાધાન આ પ્રમાણે છે કે જ્ઞાનના પર્યાય છે, વિરુદ્ધ તો કાંઈ નથી, વસ્તુનું એવું જ સહજ છે; પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિધમાન છે, વસ્તુમાત્ર અનુભવતા જ્ઞાનમાત્ર છે; વિકલ્પો જેટલા છે તેટલા બધા ભાઠા છે, કેમ કે વિકલ્પ કોઈ વસ્તુ નથી, વસ્તુ તો જ્ઞાનમાત્ર છે. કેવી છે સંવેદનક્તિઓ? (છાછા:) નિર્મળથી પણ નિર્મળ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધરૂપ છે, પરંતુ એમ તો નથી, કારણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી શુદ્ધસ્વરૂપ છે. પરંતુ એક વિશેષપર્યાયમાત્રને અવધારતાં વિકલ્પ ઊપજે છે, અનુભવ નિર્વિકલ્પ છે, તેથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે, તેથી જ્ઞાનમાત્ર અનુભવયોગ્ય છે. વળી કેવી છે સંવેદનવ્યક્તિઓ? “ “નિઃપતાવિનભાવમહત્તરસમા૨મત્તા: રૂવ'' (નિ:ઉત) ગળી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com