________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૬
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
શેયવસ્તુને દેખું-જાણે છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. બીજુ જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં વૈષ કરે છે, અરુચિ કરે છે, ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુદ્ધ ચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી, કેમ કે મિથ્યાત્વરૂપ પરિણામ ગયા હોવાથી આવું પરિણમન હોતું નથી. આવા અશુદ્ધજ્ઞાનચેતનારૂપ પરિણામ મિથ્યાષ્ટિને હોય છે. વળી કેવો હોતો થકો નિરાસ્રવ હોય છે? “જ્ઞાનસ્થ પૂર્ણ: ભવન'' પૂર્ણ જ્ઞાનરૂપ હોતો થકો. ભાવાર્થ આમ છે-જ્ઞાનનું ખંડિતપણું એ કે તે રાગ-દ્વેષ સાથે મળેલું છે. રાગ-દ્વેષ ગયા હોવાથી જ્ઞાનનું પૂર્ણપણું કહેવાય છે. આવો હોતો થકો સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ હોય છે. ૪-૧૧૬.
(અનુષ્ટ્રપ) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ। कुतो निराम्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।। ५-११७।।
ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ આશંકા કરે છે-સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા નિરાસ્રવ કહ્યો, અને એમ જ છે, પરન્ત જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ જેવો હતો તેવો જ વિદ્યમાન છે તથા તે કર્મના ઉદયે નાના પ્રકારની ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, તથા તે કર્મના ઉદયે નાના પ્રકારનાં સુખ-દુઃખને ભોગવે છે, ઇન્દ્રિય-શરીરસંબંધી ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, સમ્યગ્દષ્ટિ જીવ તે સામગ્રીને ભોગવે પણ છે; આટલી સામગ્રી હોવા છતાં નિરાગ્નવપણું કઈ રીતે ઘટે છે? એવો કોઈ પ્રશ્ન કરે છે"द्रव्यप्रत्ययसन्ततौ सर्वस्याम् एव जीवन्त्यां ज्ञानी नित्यम् निराम्रवः कुतः'' (દ્રવ્યપ્રત્યય) જીવના પ્રદેશોમાં પરિણમ્યું છે પુગલપિંડરૂપ અનેક પ્રકારનું મોહનીયકર્મ, તેની (સત્તતી) સંતતિ–સ્થિતિબંધરૂપ ઘણા કાળ પર્યન્ત જીવના પ્રદેશોમાં રહેવું તે(સર્વાન) જેટલી હોત, જેવી હોત, (નીવજ્યાં) તેટલી જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com