________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૧૦૫
પ્રકારનાં કર્મોના ઉદયે નાના પ્રકારની સંસાર-શરીર-ભોગસામગ્રી હોય છે. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો “હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું,' ઇત્યાદિરૂપ રંજિત થતો નથી; જાણે છે કે “હું ચેતનામાત્ર શુદ્ધસ્વરૂપ છું; આ સમસ્ત, કર્મની રચના છે.” આમ અનુભવતાં મનના વ્યાપારરૂપ રાગ મટે છે. ‘‘મવુદ્ધિપૂર્વમ પિ તું નેતું વારંવાર” સ્વનિ સ્પૃશન'' (વુદ્ધિપૂર્વ) મનના આલંબન વિના મોહકર્મના ઉદયરૂપ નિમિત્તકારણથી પરિણમ્યા છે અશુદ્ધતારૂપ જીવના પ્રદેશ, (ત પિ) તેને પણ (તેનું) જીતવાને માટે (વારંવારમ) અખંડિતધારા-પ્રવાહરૂપે (સ્વાજિં) શુદ્ધ ચૈતન્યવહુને (પૃશન) સ્વાનુભવપ્રત્યક્ષપણે આસ્વાદતો થકી. ભાવાર્થ આમ છેમિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ છે જીવના જે અશુદ્ધચેતનારૂપ વિભાવપરિણામ તે બે પ્રકારના છે: એક પરિણામ બુદ્ધિપૂર્વક છે, એક પરિણામ અબુદ્ધિપૂર્વક છે. વિવરણ–બુદ્ધિપૂર્વક કહેતાં, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે, બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થકા તે જીવ પોતે પણ જાણે કે “મારા પરિણામ આ રૂપે છે,” તથા અન્ય જીવ પણ અનુમાન કરીને જાણે કે આ જીવના આવા પરિણામ છે-આવા પરિણામ બુદ્ધિપૂર્વક કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમ્યગ્દષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે; શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ પહેલાં જ આવા પરિણામ મટાડે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતાં, પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવપરિણામરૂપ પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે, આવું પરિણમન જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધસ્વરૂપને અનુભવે છે, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં સહજ મટશે. બીજો ઉપાય તો કોઈ નથી, તેથી એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે. વળી શું કરતો થકો નિરાસ્રવ હોય છે? “ “વ પ૨વૃત્તિમ સવનાં છિન્દ્રન'' (4) અવશ્ય જ (૫૨) જેટલી શેયવસ્તુ છે તેમાં (વૃત્તિમ્) રંજકપણારૂપ પરિણામક્રિયા, (સવનાં) જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ, તેને (૩છિન્દ્રન) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસ્રવ હોય છે. ભાવાર્થ આમ છે-જ્ઞય-જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે : એક તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી. જેમ કે-કેવળી સકળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com