________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
સમયસાર-કલશ
ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂલવિક્રીડિત)
मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति यन् मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः। विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं ये कुर्वन्ति न कर्म जात न वशं यान्ति प्रमादस्य च।।१२-१११।।
ખંડાન્વય સહિત અર્થ:- ““ર્મનયાવનનપST: :'' (*) અનેક પ્રકારની ક્રિયા, એવો છે (નય) પક્ષપાત, તેનું (અવનવુન)-ક્રિયા મોક્ષમાર્ગ છે એમ જાણીને ક્રિયાનું-પ્રતિપાલન, તેમાં (પST:) તત્પર છે જે કોઈ અજ્ઞાની જીવો તે પણ (મના:) પાણીના પૂરમાં ડૂબેલા છે. ભાવાર્થ આમ છે કે સંસારમાં ભટકશે, મોક્ષના અધિકારી નથી. શા કારણથી ડૂબેલા છે? “ “ય જ્ઞાનં ૧ નાનન્તિ'' (ય) કારણ કે (જ્ઞાન) શુદ્ધ ચૈતન્યવસ્તુનો (૧ નાનન્તિ) પ્રત્યક્ષપણે આસ્વાદ કરવાને સમર્થ નથી, ક્રિયામાત્ર મોક્ષમાર્ગ એમ જાણીને ક્રિયા કરવા તત્પર છે. ““જ્ઞાનનષિા : પિ મન્ના:'' (જ્ઞાન) શુદ્ધ ચૈતન્યપ્રકાશ, તેનો (નય) પક્ષપાત, તેના (fષણ:) અભિલાષી છે, [ ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો નથી, પરંતુ પક્ષમાત્ર બોલે છે; ] (પિ) એવા જીવો પણ (મન:) સંસારમાં ડૂબેલા જ છે. શા કારણથી ડૂબેલા જ છે? ‘‘યત અતિસ્વચ્છવૂમન્વોલ્યા:'' (ય) કારણ કે (તિવ8ન્દ્ર) ઘણું જ સ્વેચ્છાચારપણું છે એવા છે, (મન્વોઘમ:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ કરતા નથી. એવા છે જે કોઈ તેમને મિથ્યાદષ્ટિ જાણવા. અહીં કોઈ આશંકા કરે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ એવી પ્રતીતિ કરતાં મિથ્યાદષ્ટિપણું કેમ હોય છે? સમાધાન આમ છેવસ્તુનું સ્વરૂપ એવું છે કે જે કાળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે તે કાળે અશુદ્ધતારૂપ છે જેટલી ભાવ-દ્રવ્યરૂપ ક્રિયા તેટલી સહજ જ મટે છે. મિથ્યાદષ્ટિ જીવ એવું માને છે કે જેટલી ક્રિયા છે તે જેવી છે તેવી જ રહે છે, શુદ્ધસ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે; પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. તેથી જે એવું માને છે તે જીવ મિથ્યાષ્ટિ છે, વચનમાત્રથી કહે છે કે શુદ્ધસ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે; એવું કહેવાથી કાર્યસિદ્ધિ તો કાંઈ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com