________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કે-જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, સમ્યગ્દષ્ટિમિથ્યાદષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી ( કૃત્યથી ) એવો બંધ છે, શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તોપણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો ? તે જ કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ-જ્ઞાન પણ છે, તે જ કાળે જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે. આવું જેમ છે તેમ કહે છે-‘‘ તાવર્મજ્ઞાનસમુચય: અપિ વિતિ: '' (તાવત્) ત્યાં સુધી (ર્મ) ક્રિયારૂપ પરિણામ અને (જ્ઞાન) આત્મદ્રવ્યનું શુદ્ધત્વરૂપ પરિણમન, તેમનું ( સમુઘય: ) એક જીવમાં એક જ કાળે અસ્તિત્વપણું છે, (અપિ વિતિ:) એવું પણ છે; પરંતુ એક વિશેષ'વિત્ ક્ષતિ: ન '' (વિત્) કોઈ પણ (ક્ષતિ:) હાનિ (7) નથી. ભાવાર્થ આમ છે કે-એક જીવમાં એક જ કાળે જ્ઞાન-ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન આમ છે કે-વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતાં નથી. એટલા કાળ સુધી જેમ છે તેમ કહે છે-‘‘ યાવત્ જ્ઞાનસ્ય સા ર્મવિરતિ: સમ્યક્ પા ં ન પતિ'' (યાવત્) જેટલો કાળ (જ્ઞાનસ્ય) આત્માના મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટયા છે, આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને (સા) પૂર્વોક્ત (ર્મ) ક્રિયાનો (વિત્તિ: ) ત્યાગ (સમ્યદ્ પાર્જ ન નૈતિ) બરાબર પરિપકવતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી. ભાવાર્થ આમ છે કે-જ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવપરિણમન છે. તે વિભાવપરિણમનનું અંતરંગ નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત છે. વિવરણ-અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમનશક્તિ, બહિરંગ નિમિત્ત છે મોહનીયકર્મરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય. તે મોહનીયકર્મ બે પ્રકારનું
""
૯૬
સમયસાર-કલશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com