________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
સમયસાર-કલશ
[ ભગવાનશ્રી કુંદકુંદ
નિષ્કર્મ-અવસ્થા, તેનું (હેતુ) કારણ છે જીવનું શુદ્ધરૂપ પરિણમન, તેનું (તિરોધાનાતિ) ઘાતક છે, તેથી કરતૂત નિષિદ્ધ છે. વળી કેવું હોવાથી ? “ “સ્વયમ yવ વર્ધાત'' પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કે જેટલું શુભ-અશુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધરૂપ છે, તેથી ત્યાજ્ય છે, ઉપાદેય નથી. વળી કેવું હોવાથી? “ “મોક્ષદેતુતિરોધાયમાવતિ'' (મોક્ષ) સકળકર્મક્ષયલક્ષણ પરમાત્મપદ, તેનો (હેતુ) હેતુ અર્થાત્ જીવનો ગુણ જે શુદ્ધચેતનારૂપ પરિણમન, તેનું (તિરોધાય) ઘાતનશીલ છે (ભાવવા) સહજ લક્ષણ જેનું-એવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગથી મેલું થાય છે-પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે, તેમ જીવદ્રવ્ય સ્વભાવથી સ્વચ્છરૂપ છે-કેવળજ્ઞાન-દર્શન-સુખ-વીર્યરૂપ છે, તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધચેતનાલક્ષણ મિથ્યાત્વ-વિષય-કપાયરૂપ પરિણામથી મટયું છે; અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે; તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ જીવ ક્રિયારૂપ યતિપણે પામે છે, તે યતિપણામાં મગ્ન થાય છે કે-“અમે મોક્ષમાર્ગ પામ્યા, જે કાંઈ કરવાનું હતું તે કર્યું તેથી તે જીવોને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવો. ૯-૧૦૮.
(શાર્દૂલવિક્રીડિત)
संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।।१०-१०९।।
ખંડાન્વય સહિત અર્થ:- “ “મોક્ષાર્થિના તત ટુર્વ સમસ્તમ પિ વર્મ સંન્યસ્તવ્યમ'' (મોક્ષાર્થિના) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ-અતીન્દ્રિય પદ, તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે એવો છે જે કોઈ જીવ તેણે (તત ફર્વ) તે જ કર્મ જે પહેલાં જ કહ્યું હતું, (સમસ્તમ પિ) જેટલું-શુભક્રિયારૂપ-અશુભક્રિયારૂપ, અંતર્જલ્પરૂપબહિર્શલ્પરૂપ ઇત્યાદિ કરતૂતરૂપ (વર્મ) ક્રિયા અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com