________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
ततो व्यवहारनयेनैव शरीरस्तवनेनात्मस्तवनमूपपन्नम्।
तथा हि
इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी। मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।। २८ ।। इदमन्यत् जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः। मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान्।। २८ ।।
यथा कलधौतगुणस्य पाण्डुरत्वस्य व्यपदेशेन परमार्थतोऽतत्स्वभावस्यापि कार्तस्वरस्य व्यवहारमात्रेणैव पाण्डुरं कार्तस्वरमित्यस्ति व्यपदेशः, तथा शरीरगुणस्य शुक्ललोहितत्वादेः स्तवनेन परमार्थतोऽतत्स्वभावस्यापि तीर्थकरकेवलिपुरुषस्य व्यवहार
માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.
ભાવાર્થ:- વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.
આ જ વાત હવેની ગાથામાં કહે છે –
જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮.
ગાથાર્થઃ- [નીવાત્ અન્યત્] જીવથી ભિન્ન [ રૂમ્ પુત્રીનમાં વેડું] આ પુદ્ગલમય દેહની [સ્તુત્વા] સ્તુતિ કરીને [મુનિ:] સાધુ [મન્ય વસ્તુ ] એમ માને છે કે [મયા] મેં [વની ભવાન] કેવળી ભગવાનની [સ્તુત:] સ્તુતિ કરી, [ વન્વિત:] વંદના કરી.
ટીકાઃ- જેમ, પરમાર્થથી જેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ' એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે તેવી રીતે, પરમાર્થથી શુકલ-રકતપણું તીર્થંકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રકતપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર-કેવળીપુરુષનું “શુકલ-રકત તીર્થંકર-કેવળપુરુષ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com