________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬)
સમયસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
स्फुटीकृतं किल नित्योपयोगलक्षणं जीवद्रव्यं तत्कथं पुद्गलद्रव्यीभूतं येन पुद्गलद्रव्यं मदमेमित्यनुभवसि , यतो यदि कथञ्चनापि जीवद्रव्यं पुद्गलद्रव्यीभूतं स्यात् पुद्गलद्रव्यं च जीवद्रव्यीभूतं स्यात् तदैव लवणस्योदकमिव ममेदं पुद्गलद्रव्यमित्यनुभूतिः किल घटेत, तत्तु न कथञ्चनापि स्यात्। तथा हि-यथा क्षारत्वलक्षणं लवणमुदकीभवत् द्रवत्वलक्षणमुदकं च लवणीभवत् क्षारत्वद्रवत्वसहवृत्त्यविरोधादनुभूयते, न तथा नियोपयोगलक्षणं जीवद्रव्यं पुद्गलद्रव्यीभवत् नित्यानुपयोगलक्षणं पुद्गलद्रव्यं च जीवद्रव्यीभवत् उपयोगानुपयोगयोः प्रकाशतमसोरिव सहवृत्तिविरोधादनुभूयते। तत्सर्वथा प्रसीद, विबुध्यस्व, स्वद्रव्यं ममेदमित्यनुभव।
દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ-જ્ઞાનથી ફુટ ( પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે' એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુગલદ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી’ એવા અનુભવની જેમ “મારું આ પુદ્ગલદ્રવ્ય” એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું ) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે અર્થાત તેમાં કોઈ બાધા નથી, તેવી રીતે નિત્ય ઉપયોગ-લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ-ચેતન કદી પણ એક થઈ શકે નહિ. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ “આ મારું છે” એમ અનુભવ. (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)
ભાવાર્થ- આ અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન ર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞ દીઠું છે માટે હું અજ્ઞાની ! તું પારદ્રવ્યને એકપણે માનવું છોડી દે; વૃથા માન્યતાથી બસ થાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com