________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૫૯
यदि स पुद्गलद्रव्यीभूतो जीवत्वमागतमितरत्। तच्छक्तो वक्तुं यन्ममेदं पुद्गलं द्रव्यम्।। २५ ।।
युगपदनेकविधस्य बन्धनोपाधेः सन्निधानेन प्रधावितानामस्वभावभावानां संयोगवशाद्विचित्रोपाश्रयोपरक्तः स्फटिकोपल इवात्यन्ततिरोहितस्वभाव-भावतया अस्तमितसमस्तविवेकज्योतिर्महता स्वयमज्ञानेन विमोहितहदयो भेदमकृत्वा तानेवास्वभावभावान् स्वीकुर्वाणः पुद्गलद्रव्यं ममेदमित्यनुभवति किलाप्रतिबुद्धो जीवः। अथायमेव प्रतिबोध्यते-रे दुरात्मन्, आत्मपंसन् जहीहि जहीहि परमाविवेकघस्मरसतृणाभ्यवहारित्वम्। दूरनिरस्तसमस्त-सन्देहविपर्यासानध्यवसायेन विश्वकज्योतिषा सर्वज्ञज्ञानेन
પુદ્ગલ દ્રવ્યરૂપ [કર્થ] કેમ થઈ શકે [૨] કે [ મળસિ] તું કહે છે કે [રૂવૅ મન] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [યક્તિ ] જો [૪] જીવદ્રવ્ય [ પુત્રદ્રવ્યમૂત:] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [ રૂતરત્] પુદ્ગલદ્રવ્ય [નીવર્ત] જીવપણાને [ મા તમ્] પામે [ તત્] તો [ વજું શp: ] તું કહી શકે [ ] કે [ રૂદ્ર પુતિં દ્રવ્યમ્ ] આ પુદ્ગલદ્રવ્ય [ મ ] મારું છે. (પણ એવું તો થતું નથી.)
ટીકાઃ- એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા *આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત ( ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે-એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદગલદ્રવ્યને “આ મારું છે' એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ શ્રેત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધીથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે–દેખાતો નથી તેથી પુદ્ગલ દ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે :દુરાત્મન્ ! આત્માનો ઘાત કરનાર! જેમ પરમ અવિવેકથી ખાનારા હુસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય
* આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com