________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
પરિશિષ્ટ
૬૨૭
(૩૫નાતિ) स्वशक्तिसंसूचितवस्तुतत्त्वैर्व्याख्या कृतेयं समयस्य शब्दैः।
અનુભૂતિ: યિય: વિનં નં મુમ્બીના વિના ] કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (–ખેદ પામી), [ તત વિજ્ઞાન-ધનકોઈ–મનમ] તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું ( અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) [ અધુના જીવન વિચિત્ જ ક્રિશ્ચિત્] તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.
ભાવાર્થ:-પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું, અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું (-સુખદુઃખનું ) ભોક્તાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ-પરના ત્રણકાળવર્તી ભાવોને જ્ઞાતા-દ્રષ્ટા થઈને જાણ્યા-દેખ્યા જ કરો. ૨૭૭.
પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે”—એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્ધઃ- [વ-શત્તિ-સંસ્કૂતિ–વરસ્તુ-તત્ત્વ: શબ્દે ] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ (યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ [ફયં સમયસ્થ વ્યારથા] આ સમયની વ્યાખ્યા (-આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃતશાસ્ત્રની ટીકા) [વૃતા] કરી છે; [સ્વરૂપ–ગુHચ અમૃતવેન્દ્રસૂરે:] સ્વરૂપગુણ (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત ) અમૃતચંદ્રસૂરિનું [ વિચિત્ વ વર્તવ્ય ન સ્તિ ] (તેમાં ) કાંઈ જ કર્તવ્ય નથી.
ભાવાર્થ-શબ્દો છે તે તો પુદ્ગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ-પદ-વાક્ય રૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે. આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે. તેથી તે મૂર્તિક પુદગલની રચના કેમ કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે “આ સમયપ્રાભૂતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (–ટીકા કરવામાં) કાંઈ જ નથી.' આ કથન આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે. હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com