________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨૮
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति વર્તવ્યમેવામૃત વન્દ્રસૂરે: ૨૭૮ છે
અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકૃત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવાયોગ્ય છે. ૨૭૮.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકા સમાપ્ત થઈ.
(હવે ૫, જયચંદ્રજી ભાષાટીકા પૂર્ણ કરે છે:-)
કુંદકુંદમુનિ કિયો ગાથાબંધ પ્રાકૃત હૈ પ્રાભૃતસમય શુદ્ધ આતમ દિખાવનું, સુધાચંદ્રસૂરિ કરી સંસ્કૃત ટીકાવર આત્મખ્યાતિ નામ યથાતથ્ય ભાવનું દેશકી વચનિકામેં લિખિ જયચંદ્ર પઢ સંક્ષેપ અર્થ અલ્પબુદ્ધિÉ પાવનું, પઢો સુનો મન લાય શુદ્ધ આતમાં લખાય જ્ઞાનરૂપ ગહો ચિદાનંદ દરસાવનું. ૧
સમયસાર અવિકારકા, વર્ણન કર્ણ સુનંત; દ્રવ્ય-ભાવ-નોકર્મ તજિ, આતમતત્ત્વ લખત. ૨.
આ પ્રમાણે આ સમયપ્રાભૃત (અથવા સમયસાર) નામના શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશભાષામય વચનિકા લખી છે. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે, વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે. તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાનપ્રમાણમાં પાંચ અંગોપૂર્વક–પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમનપૂર્વક-સ્પષ્ટતાથી વ્યાખ્યાન લખતાં ગ્રંથ બહુ વધી જાય; તેથી આયુ, બુદ્ધિ, બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે, જેટલું બની શક્યું તેટલું, સંક્ષેપથી પ્રયોજનમાત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજજો. કોઈ અર્થમાં હીનાધિક્તા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુ-સંપ્રદાયનો (–ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે, માટે જેટલો બની શકે તેટલો (યથાશક્તિ) અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે, તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. ક્યાંક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com