________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧)
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
विभागः? प्रसिद्धप्रसाध्यमानत्वात् कृतः। प्रसिद्धं हि ज्ञानं, ज्ञानमात्रस्य स्वसंवेदनसिद्धत्वात;
તેના
प्रसिद्धन प्रसाध्यमानस्तदविनाभूतानन्तधर्मसमुदयमूर्तिरात्मा। ततो ज्ञानमात्राचलितनिखातया दृष्ट्या क्रमाक्रमप्रवृत्तं तदविनाभूतं अनन्तधर्मजातं यद्यावल्लक्ष्यते तत्तावत्समस्तमेवैक: खल्वात्मा। एतदर्थमेवात्रास्य ज्ञानमात्रतया व्यपदेशः। ननु क्रमाक्रमप्रवृत्तानन्तधर्ममयस्यात्मनः कथं ज्ञानमात्रत्वम् ? परस्परव्यतिरिक्तानन्तधर्मसमुदायपरिणतैकज्ञप्तिमात्रभावरूपेण स्वयमेव भवनात्। अत एवास्य ज्ञानमात्रैकभावान्तःपातिन्योऽनन्ताः शक्तयः उत्प्लवन्ते। आत्मद्रव्यहेतुभूतचैतन्यमात्र
(ઉત્તર:-) પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે (અર્થાત્ જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદનરૂપ અનુભવમાં આવે છે), તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્અવિનાભૂત તત્વજ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા) અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. ( જ્ઞાન પ્રસિદ્ધ છે; અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે.) માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્અવિનાભૂત તત્વજ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો) અનંતધર્મસૂમહું જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે.
આ કારણે જ અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે.
(પ્રશ્ન:-) જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે?
(ઉત્તર:-) પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞતિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત્ પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણમેલી જે એક જાણનક્રિયા તે જાણનક્રિયામાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી) આત્માને જ્ઞાનમાત્રપણું છે. માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની (જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત્ જ્ઞાનમાત્ર એક ભાવની અંદર આવી જતી-) અનંત શક્તિઓ ઊછળે છે. (આત્માના જેટલા ધર્મો છે તે બધાયને, લક્ષણભેદ ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાં-જ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં-અનંત શક્તિઓ ઊછળે છે.) તેમાંની કેટલીક શક્તિઓ નીચે પ્રમાણે છે:-આત્મદ્રવ્યને
* પ્રસાધ્યમાન = પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે. ( જ્ઞાન પ્રસિદ્ધ છે અને આત્મા
પ્રસાધ્યમાન છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com