________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનનશાસ્ત્રમાળા]
પરિશિષ્ટ
૬O
नन्वनेकान्तमयस्यापि किमर्थमत्रात्मनो ज्ञानमात्रतया व्यपदेश: ? लक्षणप्रसिद्ध्या लक्ष्यप्रसिद्ध्यर्थम्। आत्मनो हि ज्ञानं लक्षणं, तदसाधारणगुणत्वात्। तेन ज्ञानप्रसिद्ध्या तल्लक्ष्यस्यात्मनः प्रसिद्धः। ननु किमनया लक्षणप्रसिद्ध्या, लक्ष्यमेव प्रसाधनीयम्। नाप्रसिद्धलक्षणस्य लक्ष्यप्रसिद्धिः, प्रसिद्धलक्षणस्यैव तत्प्रसिद्धेः। ननु किं तल्लक्ष्यं यज्ज्ञानप्रसिद्ध्या ततो भिन्नं प्रसिध्यति ? न ज्ञानाद्भिन्नं लक्ष्य , ज्ञानात्मनोर्द्रव्यत्वेनाभेदात्। तर्हि किं कृतो लक्ष्यलक्षण
કર્યો નથી. માટે હું નિપુણ પુરુષો! સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જાઓ. ર૬૩.
(આચાર્યદેવ અનેકાંતને હજુ વિશેષ ચર્ચ છે:-)
(પ્રશ્ન:-) આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ *વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.)
(ઉત્તર:-) લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે (-અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી ). માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યની-આત્માની-પ્રસિદ્ધિ થાય છે.
(પ્રશ્ન:-) એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ્ય જ પ્રસાધ્ય અર્થાત્ પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. (માટે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષ્યને જઆત્માને જ-પ્રસિદ્ધ કેમ કરતા નથી ?)
(ઉત્તર:-) જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને (અર્થાત્ જે લક્ષણને જાણતો નથી એવા અજ્ઞાની જનને) લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. (માટે અજ્ઞાનીને પહેલાં લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષ્યને ગ્રહણ કરી શકે છે.)
(પ્રશ્ન:-) કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ( -જ્ઞાનથી) ભિન્ન પ્રસિદ્ધ થાય છે?
(ઉત્તર:-) જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે.
(પ્રશ્ન:-) તો પછી લક્ષણ અને લક્ષ્યનો વિભાગ શા માટે કરવામાં આવ્યો?
* વ્યપદેશ = કથન; નામ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com