SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ ૬૧૧ भावधारणलक्षणा जीवत्वशक्ति: । अजडत्वात्मिका चितिशक्तिः । अनाकारोपयोगमयी दृशिशक्ति: ३। साकारोपयोगमयी ज्ञानशक्ति: ४। अनाकुलत्वलक्षणा सुखशक्ति: ५। स्वरूपनिर्वर्तनसामर्थ्यरूपा वीर्यशक्ति: ६। अखण्डितप्रतापस्वातन्त्र्यशालित्वलक्षणा प्रभुत्वशक्ति: ७। सर्वभावव्यापकैकभावरूपा विभुत्वशक्ति: ८। विश्वविश्वसामान्यभावपरिणतात्मदर्शनमयी सर्वदर्शित्वशक्तिः ९। विश्वविश्वविशेषभावपरिणतात्मज्ञानमयी सर्वज्ञत्वशक्तिः १०। नीरूपात्मप्रदेशप्रकाशमानलोकालोकाकारमेचकोपयोगलक्षणा स्वच्छत्वशक्ति: ११। स्वयम्प्रकाशमानविशदस्वसंवित्तिमयी प्रकाशशक्तिः ૨૨ા क्षेत्रकालानवच्छिन्नचिद्विलासात्मिका असङ्कुचितविकाशत्वशक्ति: १३। કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ. (આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્રભાવરૂપી ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે એવી જીવત નામની શક્તિ જ્ઞાનમાત્ર ભાવમાં-આત્મામાં-ઊછળે છે.) ૧. અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ. (અજડત્વ અર્થાત્ ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી ચિતિશક્તિ.) ૨. અનાકાર ઉપયોગમયી દશિશક્તિ. (જેમાં શેયરૂપ આકાર અર્થાત્ વિશેષ નથી એવા દર્શનોપયોગમયી–સત્તામાત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામયી-દશિક્તિ અર્થાત્ દર્શનક્રિયારૂપ શક્તિ.) ૩. સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ. (જે જ્ઞય પદાર્થોના વિશેષરૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાનશક્તિ.) ૪. અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ. ૫. સ્વરૂપની (–આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ. ૬, જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી (-સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ. ૭. સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ. (જેમ કે, જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે.) ૮. સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમતા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ. ૯. સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ. ૧૦. અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્ અનેક-આકારરૂપ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશ છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.) ૧૧. સ્વયં પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસવેદનમયી (-સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ. ૧૨. ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિવિલાસસ્વરૂપ (-ચૈતન્યના વિલાસસ્વરૂપ) અસંકુચિતવિકાસત્વશક્તિ. ૧૩. જે અન્યથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy