________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુષ્ટ્રમ) अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्। नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।७ ।।
અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે; તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જાદા, આત્માના સર્વ પર્યાયોમાં વ્યાસ, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહિ ? તેનું સમાધાનઃ-ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો તો સૌને સમ્યકત્વ સિદ્ધ થઈ જશે. તેથી સર્વશની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યકત્વ થાય છે એમ સમજવું. ૬.
- હવે, “ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે” એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે:
શ્લોકાર્થઃ- [બત:] ત્યાર બાદ [શુદ્ધનય-ગાયત્ત ] શુદ્ધનયને આધીન [પ્રત્ય—ળ્યોતિ: ] જે ભિન્ન આત્મજ્યોતિ છે [ તત્] તે [ વારિત] પ્રગટ થાય છે [યત્] કે જે [નવ—તત્ત્વ-તત્વે અપિ ] નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [ વં] પોતાના એકપણાને [૨ મુખ્યતિ] છોડતી નથી.
ભાવાર્થ:- નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે, જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com