SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ ૨C (શાર્દૂત્રવિહિત) एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।। ६ ।। અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે તેમને [ps:] એ વ્યવહારનય [ વિશ્વિત્ ] કાંઈ પણ પ્રયોજનવાન નથી. ભાવાર્થ:- શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ પ્રયોજનકારી નથી. ૫. હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે: શ્લોકાર્થ:- [સર્ચ શાત્મનઃ] આ આત્માને [ ફુદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથ રનમ્] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) [તંત્ નિયમીત સQર્શન] તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવા છે આત્મા? [ચાતુ:] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? [શુદ્ધનયત: છત્વે નિયત] શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? [પૂ–જ્ઞાન–ઘનશ્ય] પૂર્ણજ્ઞાનઘન છે. [૨] વળી [ તવાન કર્યું માત્મા] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [તત] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે “[ફમામ્ નવ-તત્ત્વ–સત્તતિં મુવÇા] આ નવતત્ત્વની પરિપાટીને છોડી, [ યમ્ માત્મા : કસ્તુ નઃ] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.” ભાવાર્થ- સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યોશુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા? પૂર્ણજ્ઞાનઘન છે-સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તે કાંઈ જાદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy