________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦૨
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
(શાર્દૂત્વવિદિત). भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठ: सदा सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः। स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। २५४ ।।
(પદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [ ચાવી તુ] અને સ્યાદવાદી તો, [ સમસ્તવસ્તુષ પરદ્રવ્યાત્મના નાસ્તિતાં નાન] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [ નિર્મનં–શુદ્ધ-વો–મહિના] જેનો શુદ્ધજ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [ સ્વદ્રવ્યમ્ વ શાશ્રયેત] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
ભાવાર્થ-એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે, અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.
આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (અસપણાનો ) ભંગ કહ્યો. ૨૫૩. (હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થઃ- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [fમન–ક્ષેત્ર– નિષU–વોä–નિયત-વ્યાપાર–નિg:] ભિન્ન ક્ષેત્રમાં રહેલા શેયપદાર્થોમાં જે યજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, [પુમાંસમ્ મિત: વદિ: પતન્તમ્ પશ્યન] આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [ સાં નીતિ ga] સદી નાશ પામે છે; [ ચીઠ્ઠીવેવી પુનઃ] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [ સ્વક્ષેત્ર–સ્તિતયા વિરુદ્ધ-રમસ:] સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો), [માત્મ– નિવાત–વોથ્ય-નિયત-વ્યાપાર–શ9િ: ભવન] આત્મામાં જ આકારરૂપ થયેલાં શેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [ તિષતિ] ટકે છે-જીવે છે (–નષ્ટ થતો નથી).
ભાવાર્થ:-એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને, ) પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, “પરક્ષેત્રમાં રહેલાં શેયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે” એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૪. (હવે આઠમા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com