SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ (વંશરથ). इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत्। समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्विवेचितं ज्ञानमिहावतिष्ठते।। २३४ ।। જનો, અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [વિ7–3જ્ઞાનસંગ્વતનીયા: પ્રdયમ પ્રમ્પષ્ટ નાયિત્વા] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [–ર–પરિગત સ્વભાવે પૂર્ણ સ્વી] નિજ રસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [સ્વાં જ્ઞાનસંખ્યતનાં સાનન્દ્ર નાયજ્ઞ: રૂત: સર્વ–ાનં પ્રશરસન્ પિવ7] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંત કાળ પર્યત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે). ભાવાર્થ-પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક ) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સંદો ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ર૩૩. આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે: શ્લોકાર્થઃ- [ રૂત: ફુદ] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે-) [ સમસ્ત–વસ્તુ-વ્યતિરેવડ–નિશ્ચયાત્ વિવેરિત જ્ઞાનમ્ ] સમસ્ત વસ્તુઓથી ભિનપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, [પાર્થ પ્રથન–અવગુપ્તનાત્ તે: વિના] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (-અનેક પદાર્થો સાથે, જ્ઞયજ્ઞાનસંબંધને લીધે, એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (–અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [મ્ નાનં વેત] એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થયું, [ ગવતિgતે] નિશ્ચળ રહે છે. ભાવાર્થ-હુવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. ૨૩૪. એ જ અર્થની ગાથાઓ હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy