________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૦૭
कतराऽन्या सेटिका सेटिकायाः यस्याः सेटिका भवति? न खल्वन्या सेटिका सेटिकायाः किन्तु स्वस्वाम्यंशावेवान्यौ। किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि। तर्हि न कस्यापि सेटिका, सेटिका सेटिकैवेति निश्चयः। यथायं दृष्टान्तस्तथायं दार्शन्तिक:-चेतयितात्र तावद् ज्ञानगुणनिर्भरस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेण ज्ञेयं पुद्गलादिपरद्रव्यम्। अथात्र पुद्गलादेः परद्रव्यस्य ज्ञेयस्य ज्ञायकश्चेतयिता किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते-यदि चेतयिता पुद्गलादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति चेतयिता पुद्गलादेर्भवन् पुद्गलादिरेव भवेत्; एवं सति चेतयितुः स्वद्रव्योच्छेदः। न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाव्यस्यास्त्युच्छेदः। ततो न भवति चेतयिता पुद्गलादेः। यदि न भवति चेतयिता पुद्गलादेस्तर्हि कस्य चेतयिता भवति ? चेतयितुरेव चेतयिता भवति। ननु कतरोऽन्यश्चेतयिता चेतयितुर्यस्य चेतयिता भवति? न खल्वन्यश्चेतयिता चेतयितुः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ।
છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે–એ નિશ્ચય છે. (એ પ્રમાણે દષ્ટાંત કહ્યું.) જેમ આ દૃષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દોષ્ઠત છે-આ જગતમાં ચેતયિતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું (આત્માનું) જ્ઞય છે, હવે, “જ્ઞાયક (અર્થાત્ જાણનારો) ચેતયિતા, શય (અર્થાત્ જણાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરવ્ય તેનો છે કે નથી ? ”—એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે.-જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; –આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ છતો) હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ, પુદગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ ); એમ હોતાં, ચયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએ.) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જાદો અન્ય કોઈ ચેતયિતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com