________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि। तर्हि न कस्यापि ज्ञायकः, ज्ञायको ज्ञायक एवेति निश्चयः।
किञ्च सेटिकात्र तावच्छेतगुणनिर्भरस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेण श्वैत्यं कुड्यादिपरद्रव्यम्। अथात्र कुड्यादे: परद्रव्यस्य श्वैत्यस्य श्वेतयित्री सेटिका किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते-यदि सेटिका कुड्यादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति सेटिका कुड्यादेर्भवन्ती कुड्यादिरेव भवेत्; एवं सति सेटिकायाः स्वद्रव्योच्छेदः। न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाव्यस्यास्त्युच्छेदः। ततो न भवति सेटिका - कुड्यादेः। यदि न भवति सेटिका कुड्यादेस्तर्हि कस्य सेटिका भवति ? सेटिकाया एव सेटिका भवति। ननु कतराऽन्या
પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ “આત્મા પરદ્રવ્યને જાણે છે”—એ વ્યવહારકથન છે; “આત્મા પોતાને જાણે છે”—એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; જ્ઞાયક જ્ઞાયક જ છે'-એ નિશ્ચય છે. )
વળી ( જેવી રીતે જ્ઞાયક વિષે દષ્ટાંત-દાષ્ટતથી કહ્યું) એવી જ રીતે દર્શક વિષે કહેવામાં આવે છે.આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે (અર્થાત ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, “શ્વેત કરનારી ખડી, ચેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે. કે નથી?”—એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે.-જો ખડી ભીંતઆદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;”—આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિની જ હોય (અર્થાત્ ખડી ભીંતઆદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના પરદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએ) જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com