________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
४८७
सर्वथापोढुमशक्यत्वात् ज्ञायको भावो ज्ञानस्वभावेन सर्वदैव तिष्ठति, तथा तिष्ठंश्च ज्ञायककर्तृत्वयोरत्यन्तविरुद्धत्वान्मिथ्यात्वादिभावानां न कर्ता भवति, भवन्ति च मिथ्यात्वादिभावाः, ततस्तेषां कर्मैव कर्तृ प्ररूप्यत इति वासनोन्मेष: स तु नितरामात्मात्मानं करोतीत्यभ्युपगममुपहन्त्येव। ततो ज्ञायकस्य भावस्य सामान्यापेक्षया ज्ञानस्वभावावस्थितत्वेऽपि कर्मजानां मिथ्यात्वादिभावानां ज्ञानसमयेऽनादिज्ञेयज्ञानभेदविज्ञानशून्यत्वात् परमात्मेति जानतो विशेषापेक्षया त्वज्ञानरूपस्य ज्ञानपरिणामस्य
करणात्कर्तृत्वमनुमन्तव्यं; तावद्यावत्तदादिज्ञेयज्ञानभेदविज्ञानपूर्णत्वादात्मानमेवात्मेति जानतो विशेषापेक्षयापि ज्ञानरूपेणैव ज्ञानपरिणामेन परिणममानस्य केवलं ज्ञातृत्वात्साक्षादकर्तृत्वं स्यात्।।
જ્ઞાયક ભાવ જ્ઞાનસ્વભાવે જ સદાય સ્થિત રહે છે અને એમ સ્થિત રહેતો થકો, જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી, મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે, તેથી તેમનો કર્તા કર્મ જ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે”—આવી જે વાસના (અભિપ્રાય, વલણ) પ્રગટ કરવામાં આવે છે તે પણ “આત્મા આત્માને કરે છે” એવી (પૂર્વોક્ત) માન્યતાને અતિશયપણે હણે જ છે (કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો).
માટે, જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિકાળથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી (–અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી), તેને કર્તાપણું સંમત કરવું ( અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું ); તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ), વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.
ભાવાર્થ:-કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ-વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિપક્ષા પલટીને એમ કહે છે કે “આત્મા તો ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિનો ઉદય જ ભાવકર્મને કરે છે; અજ્ઞાન, જ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ-એ બધાંને, તથા જે કાંઈ શુભ-અશુભ ભાવો છે તે બધાયને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.” વળી તે મુનિઓ શાસ્ત્રનો પણ એવો જ અર્થ કરે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com