________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
४८८
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂત્તવિશાહિત) माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः। ऊर्ध्वम् तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं । पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्।। २०५ ।।
“વેદના ઉદયથી સ્ત્રી-પુરુષનો વિકાર થાય છે અને ઉપઘાત તથા પરવાત પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે.” આ પ્રમાણે, જેમ સાંખ્યમતી બધુંય પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે તેમ, પોતાની બુદ્ધિના દોષથી આ મુનિઓનું પણ એવું જ એકાંતિક માનવું થયું. માટે જિનવાણી તો સ્યાદવાદ હોવાથી, સર્વથા એકાંત માનનારા તે મુનિઓ પર જિનવાણીનો કોપ અવશ્ય થાય છે. જિનવાણીના કોપના ભયથી જો તેઓ વિવક્ષા પલટીને એમ કહે કે “ભાવકર્મનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો (અર્થાત્ પોતાનો) કર્તા આત્મા છે; એ રીતે અમે આત્માને કથંચિત કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી;” તો આ તેમનું કહેવું પણ મિથ્યા જ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, અસંખ્યાત પ્રદેશોવાળો છે, લોકપરિમાણ છે, તેથી તેમાં તો કાંઈ નવીન કરવાનું છે નહિ; અને જે ભાવકર્મરૂપ પર્યાયો છે તેમનો કર્તા તો તે મુનિઓ કર્મને જ કહે છે; માટે આત્મા તો અકર્તા જ રહ્યો! તો પછી વાણીનો કોપ કઈ રીતે મટયો? માટે આત્માના કર્તાપણા અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી તે જ સ્યાદ્વાદનું સાચું માનવું છે. આત્માના કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદપ્રરૂપણ આ પ્રમાણે છે:
આભા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિ કાળથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ:- [ગની સાઈતા: ગરિ] આ અહંના મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ [પુરુષ ] આત્માને, [ સરહ્યા. રૂવ] સાંખ્યમતીઓની જેમ, [ વર્તારમ્ મા,
પૃશÇ] (સર્વથા) અકર્તા ન માનો; [ ભદ્ર–ગવવોવાનું અધ: ] ભેદજ્ઞાન થયા પહેલાં [d વિન] તેને [ સા ] નિરન્તર [ વર્તારમ્ વર્તયન્ત] કર્તા માનો, [1] અને [ કર્ધ્વમ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com