________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवानामेकान्तेनाकर्तृत्वापत्तेः जीवः कर्तेति श्रुतेः कोपो दुःशक्यः परिहर्तुम्। यस्तु कर्म आत्मनोऽज्ञानादिसर्वभावान् पर्यायरूपान् करोति, आत्मा त्वात्मानमेवैकं द्रव्यरूपं करोति, ततो जीवः कर्तेति श्रुतिकोपो न भवतीत्यभिप्रायः स मिथ्यैव। जीवो हि द्रव्यरूपेण तावन्नित्योऽसंख्येयप्रदेशो लोकपरिमाणश्च। तत्र न तावन्नित्यस्य कार्यत्वमुपपन्नं, कृतकत्वनित्यत्वयोरेकत्वविरोधात्।
न चावस्थितासंख्येयप्रदेशस्यैकस्य पुद्गलस्कन्धस्येव प्रदेशप्रक्षेपणाकर्षणद्वारेणापि तस्य कार्यत्वं, प्रदेशप्रक्षेपणाकर्षणे सति तस्यैकत्वव्याघातात्। न चापि सकललोकवास्तुविस्तारपरिमितनियतनिजाभोगसंग्रहस्य प्रदेशसङ्कोचनविकाशनद्वारेण तस्य कार्यत्वं, प्रदेशसङ्कोचनविकाशनयोरपि शुष्काचर्मवत्प्रतिनियतनिजविस्ताराद्धीनाधिकस्य तस्य कर्तुमशक्यत्वात्। यस्तु वस्तुस्वभावस्य
આવી પડે છે તેથી “જીવ કર્તા છે” એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે (અર્થાત્ ભગવાનની વાણીની વિરાધના થાય છે). વળી, “કર્મ આત્માના અજ્ઞાનાદિ સર્વ ભાવોને-કે જેઓ પર્યાયરૂપ છે તેમને-કરે છે, અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે માટે જીવ કર્તા છે; એ રીતે શ્રુતિનો કોપ થતો નથી”—એવો જે અભિપ્રાય છે તે મિથ્યા જ છે. (તે સમજાવવામાં આવે છે ) જીવ તો દ્રવ્યરૂપે નિત્ય છે, અસંખ્યાત-પ્રદેશી છે અને લોકપરિમાણ છે. તેમાં પ્રથમ, નિત્યનું કાર્યપણું બની શક્ત નથી, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે. (આત્મા નિત્ય છે તેથી તે કૃતક અર્થાત્ કોઈએ કરેલો હોઈ શકે નહિ.) વળી અવસ્થિત અસંખ્ય-પ્રદેશી એક એવા તેને (–આત્માને), પુદ્ગલસ્કંધની માફક, પ્રદેશોના પ્રક્ષેપણ આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શક્યું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. (સ્કંધ અનેક પરમાણુઓનો બનેલો છે, માટે તેમાંથી પરમાણુઓ નીકળી જાય તેમ જ તેમાં પરમાણુઓ આવે; પરંતુ આત્મા નિશ્ચિત અસંખ્યપ્રદેશવાળું એક જ દ્રવ્ય હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ તેમ જ વધારે પ્રદેશોને લઈ શકે નહિ.) વળી સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ વિસ્તાર-સંગ્રહ છે (અર્થાત લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે) તેને (–આત્માને ) પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ કાર્યપણું બની શક્યું નથી, કારણ કે પ્રદેશોનાં સંકોચવિસ્તાર થવા છતાં પણ, સૂકા-ભીના ચામડાની માફક, નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને (-આત્માને) હીન-અધિક કરી શકાતો નથી. (આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શક્યું નથી.) વળી, “વસ્તુસ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી
* સંગ્રહ = જથ્થો; મોટપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com