________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૮૫
मिथ्यात्वकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कर्मैवासंयतं चारित्रमोहाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कर्मैवोर्ध्वाधम्तिर्यग्लोकं भ्रमयति, आनुपूर्व्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। अपरमपि यद्यावत्किञ्चिच्छुभाशुभं तत्तावत्सकलमपि कमैव करोति, प्रशस्ताप्रशस्तरागाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। यत एवं समस्तमपि स्वतन्त्र कर्म करोति, कर्म ददाति, कर्म हरति च, ततः सर्व एव जीवा: नित्यमेवैकान्तेनाकार एवेति निश्चिनुमः। किञ्च-श्रुतिरप्येनमर्थमाह; पुवेदाख्यं कर्म स्त्रियमभिलषति, स्त्रीवेदाख्यं कर्म पुमांसमभिलषति इति वाक्येन कर्मण एव कर्माभिलाषकर्तृत्वसमर्थनेन जीवस्याब्रह्मकर्तृत्वप्रतिषेधात्, तथा यत्परं हन्ति, येन च परेण हन्यते तत्परघातकर्मेति वाक्येन कर्मण एव कर्मघातकर्तृत्वसमर्थनेन जीवस्य घातकर्तृत्वप्रतिषेधाच सर्वथैवाकर्तृत्वज्ञापनात्। एवमीदृशं सांख्यसमय स्वप्रज्ञापराधेन सूत्रार्थमबुध्यमानाः केचिच्छुमणाभासाः प्ररूपयन्ति; तेषां प्रकृतेरेकान्तेन कर्तृत्वाभ्युपगमेन सर्वेषामेव
કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપત્તિ છે; કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્રમોહુ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યશ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; બીજું પણ જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધુંય કર્મ જ કરે છે, કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનપપત્તિ છે. એ રીતે બધુંય સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે. વળી શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ એ જ અર્થને કહે છે, કારણ કે, (તે શ્રુતિ) “પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે” એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે છે, તથા “જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે” એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે.”
(આચાર્યદવ કહે છે કે:-) આ પ્રમાણે આવા સાંખ્યમતને, પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) અપરાધથી સૂત્રના અર્થને નહિ જાણનારા કેટલાક *શ્રમણાભાસો પ્રરૂપે છે; તેમની, એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું
* શ્રમણાભાસ = મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવરાવનાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com