________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
४७७
जीव एव मिथ्यात्वादिभावकर्मण: कर्ता, तस्याचेतनप्रकृतिकार्यत्वेऽचेतनत्वानुषङ्गात्। स्वस्यैव जीवो मिथ्यात्वादिभावकर्मणः कर्ता, जीवेन पुद्गलद्रव्यस्य मिथ्यात्वादिभावकर्मणि क्रियमाणे पुद्गलद्रव्यस्य चेतनानुषङ्गात्। न च जीवः प्रकृतिश्च मिथ्यात्वादिभावकर्मणो द्वौ कर्तारौ, जीववदचेतनायाः प्रकृतेरपि तत्फलभोगानुषङ्गात्। न च जीवः प्रकृतिश्च मिथ्यात्वादिभावकर्मणो द्वावप्यकर्तारौ, स्वभावत एव पुद्गलद्रव्यस्य मिथ्यात्वादिभावानुषङ्गात्। ततो जीव: कर्ता, स्वस्य कर्म कार्यमिति सिद्धम्।
આવે, [ તસ્મા ] તો [ કામ્યાં તત્] જે બન્ને વડે કરવામાં આવ્યું [ તસ્ય છત્તમ ] તેનું ફળ [ પ મુસ્નાતે બન્ને ભોગવે !
[ અથ] અથવા જો [પુતિદ્રવ્ય] પુદ્ગલદ્રવ્યને [ મિથ્યાત્વમ્] મિથ્યાત્વભાવરૂપ [ ન પ્રકૃતિ: રોતિ] નથી પ્રકૃતિ કરતી [નીવ: ] કે નથી જીવ કરતો (-બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, [તસ્મા ] તો [પુત્રદ્રવ્ય મિથ્યાત્વમ્ ] પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે! [તત્ તુ ન તુ મિથ્યા ] તે શું ખરેખર મિથ્યા નથી ?
(આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો-ભાવકર્મનો-કર્તા જીવ જ છે.)
ટીકા-જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ) અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને (-ભાવકર્મને) અચેતનપણાનો પ્રસંગ આવે. જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ પુદગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મને કરે તો પુદ્ગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બને મિથ્યાત્વાદિ ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો
જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તેનું (–ભાવકર્મનું) ફળ ભોગવવાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના અકર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે. માટે એમ સિદ્ધ થયું કે જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે (અર્થાત્ જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે ).
ભાવાર્થ ભાવકર્મનો કર્તા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનાં ભાવનું કર્તા હોય નહિ તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com