________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
तथा यदि ज्ञान्यपि कथञ्चिद् व्यवहारविमूढो भूत्वा परद्रव्यं ममेदमिति पश्येत् तदा सोऽपि निस्संशयं परद्रव्यमात्मानं कुर्वाणो मिथ्यादृष्टिरेव स्यात्। अतस्तत्त्वं जानन् पुरुषः सर्वमेव परद्रव्यं न ममेति ज्ञात्वा लोकश्रमणानां द्वयेषामपि योऽयं परद्रव्ये कर्तृव्यवसायः स तेषां सम्यग्दर्शनरहितत्वादेव भवति इति सुनिश्चितं जानीयात्।
(વસન્તતિના ). एकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः। तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। २०१ ।।
(–ખોટી દષ્ટિવાળો) છે. તેમ જો જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પદ્રવ્યને “આ મારું છે” એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત્ ચોક્કસ, પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદષ્ટિ જ થાય છે. માટે તત્ત્વને જાણનારો પુરુષ
સઘળુંય પરદ્રવ્ય મારું નથી' એમ જાણીને, “લોક અને શ્રમણ-બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તુત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે” એમ સુનિશ્ચિતપણે જાણે છે.
ભાવાર્થ-જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે-લૌકિક જન હો કે મુનિજન હો-મિથ્યાષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને “મારું” માને તો મિથ્યાષ્ટિ જ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્ધઃ- [ યત: ] કારણ કે [ રૂદ] આ લોકમાં [gવશ્ય વસ્તુન: કન્યતરેT સાર્ધ સત્ત: ગપિ સરૂન્ય: Jવ નિષિદ્ધ: ] એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, [ તત્] તેથી [વસ્તુમેવે] જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં [સ્કૃર્મઘટના પ્તિ ] કર્તાકર્મઘટના હોતી નથી- [મુનય: ૨ નના: ] એમ મુનિજનો અને લૌકિક જનો [ તત્ત્વમ્ અરૂં પશ્યન્તુ] તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છેએમ શ્રદ્ધામાં લાવો). ૨૦૧.
“જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે.”–આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com