________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ
त्वात् प्रकृतिस्वभावं स्वयमेव मुञ्चति ततोऽमधुरं मधुरं वा कर्मफलमुदितं ज्ञातृत्वात् केवलमेव जानाति, न पुनर्ज्ञाने सति परद्रव्यस्याहंतयाऽनुभवितुमयोग्यत्वाद्वेदयते। अतो ज्ञानी प्रकृतिस्वभावविरक्तत्वादवेदक एव ।
૪૬૬
સમયસાર
(વસન્તત્તિના)
ज्ञानी करोति न न वेदयते च कर्म
जानाति केवलमयं किल तत्स्वभावम्। जानन्परं करणवेदनयोरभावा
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव ।। ९९८ ।।
વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (–કર્મના ઉદયના સ્વભાવને ) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (–જ્ઞાન હોય ત્યારે–) પરદ્રવ્યને ‘હું’પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને ) વેદતો નથી. માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.
ભાવાર્થ:-જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહિ, અને ૫૨વશે ભોગવે તો તેને ૫૨માર્ચે ભોક્તા કહેવાય નહિ. આ ન્યાયે જ્ઞાની-કે જે પ્રકૃતિસ્વભાવને (–કર્મના ઉદયને) પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે તેસ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી, અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ઘનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [જ્ઞાનીર્મ ન રોતિ = 7 વેવયતે] જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી, [તત્ત્વમાવત્ અયંત્રિત જેવલમ્ નાનાતિ] કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. [પર ખાનન્] એમ કેવળ જાણતો થકો [રણ-વેવનયો: અમાવાસ્] કરણના અને વેદનના (−કરવાના અને ભોગવવાના) અભાવને લીધે [શુદ્ધસ્વમાવનિયત: સ: હિ મુત્ત્ત: વ] શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે.
ભાવાર્થ:-જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કર્તા-ભોક્તા નથી, કેવળ જ્ઞાતા જ છે; માટે તે કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com