________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૬૫
क्षीरपानाच न मुञ्चति; तथा किलाभव्यः प्रकृतिस्वभावं स्वयमेव न मुञ्चति, प्रकृतिस्वभावमोचनसमर्थद्रव्यश्रुतज्ञानाच न मुञ्चति, नित्यमेव भावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानाभावेनाज्ञानित्वात्। अतो नियम्यतेऽज्ञानी प्रकृतिस्वभावे स्थितत्वाद्वेदक વા ज्ञानी त्ववेदक एवेति नियम्यतेणिव्वेयसमावण्णो णाणी कम्मप्फलं वियाणेदि। महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होइ।। ३१८ ।।
निर्वेदसमापन्नो ज्ञानी कर्मफलं विजानाति।
मधुरं कटुकं बहुविधमवेदकस्तेन स भवति।।३१८ ।। ज्ञानी तु निरस्तभेदभावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानसद्भावेन परतोऽत्यन्तविरक्त
વિષભાવ છોડાવવાને (મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના (–શુદ્ધ આત્માના જ્ઞાનના ) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે. આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે (-કર્મનો ભોક્તા જ છે).
ભાવાર્થ-આ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છે-એવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત અજ્ઞાનીપણું છે ત્યાં સુધી તે નિયમથી ભોક્તા જ છે.
હવે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છે-એવો નિયમ કરવામાં આવે છે -
નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો,
-કડવા મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો! ૩૧૮. ગાથાર્થઃ- [નિર્વસમાપનઃ] નિર્વેદપ્રાસ (વૈરાગ્યને પામેલો) [ જ્ઞાની] જ્ઞાની [ મધુરમ્ ઋતુમ્] મીઠા-કડવા [ વહુવિધર્] બહુવિધ [ નમ્] કર્મફળને [વિનાનાતિ] જાણે છે [તેન] તેથી [સ: ] તે [ નવે: મવતિ] અવેદક છે.
ટીકા-જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે. એવા શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના-) સદ્ભાવને લીધે, પરથી અત્યંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com