________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૬૩
अज्ञानी कर्मफलं प्रकृतिस्वभावस्थितस्तु वेदयते। ज्ञानी पुनः कर्मफलं जानाति उदितं न वेदयते।। ३१६ ।।
अज्ञानी हि शुद्धात्मज्ञानाभावात् स्वपरयोरेकत्वज्ञानेन , स्वपरयोरेकत्वदर्शनेन, स्वपरयोरेकत्वपरिणत्या च प्रकृतिस्वभावे स्थितत्वात् प्रकृतिस्वभावमप्यहंतया अनुभवन् कर्मफलं वेदयते। ज्ञानी तु शुद्धात्मज्ञानसद्भावात् स्वपरयोर्विभागज्ञानेन, स्वपरयोर्विभागदर्शनेन, स्वपरयोर्विभागपरिणत्या च प्रकृतिस्वभावादपसृतत्वात् शुद्धात्मस्वभावमेकमेवाहंतया अनुभवन् कर्मफलमुदितं ज्ञेयमात्रत्वात् जानात्येव, न पुनः तस्याहंतयाऽनुभवितुमशक्यत्वाद्वेदयते।
ગાથાર્થઃ- [વજ્ઞાની ] અજ્ઞાની [પ્રવૃતિસ્વમાવસ્થિત: તુ] પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો [+ર્મ નં] કર્મફળને [વેયતે] વેદ (ભોગવે) છે [પુન: જ્ઞાન] અને જ્ઞાની તો [ ૩વિત કર્મbi] ઉદિત (ઉદયમાં આવેલા ) કર્મફળને [નાનાતિ] જાણે છે, [ ન વેદ્યતે] વેદતો નથી.
ટીકાઃ-અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ “હું” પણે અનુભવતો થકો (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને પણ “આ હું છું' એમ અનુભવતો થકો) કર્મફળને વેદ છે-ભોગવે છે; અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે સ્વપરના વિભાગજ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્સેલો (ખસી ગયેલો, છૂટી ગયેલો) હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ “હું પણ અનુભવતો થકો ઉદિત કર્મફળને, તેના શેયમાત્રપણાને લીધે, જાણે જ છે, પરંતુ તેનું હું પણ અનુભવાવું અશક્ય હોવાથી, (તેને) વેદતો નથી.
ભાવાર્થ:-અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જ તે પોતારૂપ જાણીને ભોગવે છે; અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com